વરાછામાં ૧૦ લાખની વસ્તી છતાં એક જ ફાયર મથક છે
સુરત, તા.૨૫
સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકા દ્વારા શહેરમાં બનેલ કમનસીબ દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલી આપી હતી. તેમજ જવાબદારો સામે કાર્યવાહી માટેની લડત આપવા તૈયારી દર્શાવી હતી. કોંગ્રેસના ઉપપ્રમુખ તેમજ પ્રદેશ કોર કમિટિના સભ્ય હરીશ સૂર્યવંશી દ્વારા સરથાણાની ઘટનાની નિંદા કરતા જણાવ્યું આ ઘટના દુઃખદ છે તેમણે જણાવ્યું કે ઘટના સ્થળેથી જાણવા મલ્યું કે ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગની ઘટના પછી ૪૦ મિનિટ સુધી ફાયર વિભાગ પહોંચ્યો ન હતો અને મોડા પહોંચ્યા બાદ સાધનો પૂર્ણ ન્હોતા આ ખૂબ જ મોટી બેજવાબદારી પૂર્ણ કાર્ય છે.
ફાયર વિભાગ પાસે ૩/૪ માળથી ઉપર પહોંચવાની સુવિધા નથી. આના કારણે વધુ મૃત્યુ થયા છે. અપુરતા સાધનોના કારણે બાળકો ૪થા માળેથી કૂદવા મજબૂર થયા અને તેના કારણે મૃત્યુનો આંક વધી રહ્ના છે.
વરાછાની વસ્તી ૧૦ લાખને પાર ગઈ છે. છતાંય આ વિસ્તારમાં માત્ર ૧ ફાયર સ્ટેશન છે. એજ શાસકોની પ્રજા પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે. આ ઘટના માટે રાજ્યના મુખ્યમંત્રી પાલિકા કમિશનર શહેરના મેયર તથા પાલિકાના પદાધિકારીઓની સીધી જવાબદારી આવે છે અને આ જવાબદારો નિષ્ફળ ગયા હોવાના કારણે તેઓએ તાતકાલિક તેમના પદ પરથી રાજીનામાં આપી દેવા જોઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





