ફાયર સેફટી વગરના ટયુશન કલાસીસો પર પ્રતિબંધ લાગુ કરતી પોલીસ

0
6

તક્ષશીલા આર્કેડના અગ્નિકાંડની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપતા પોલીસ કમિશનર શર્મા
સુરત, તા. ૨૫
સરથાણાની ઘટનાને પગલે પો. કમિ. શર્માએ ફાયર સેફટીના મુદ્દે ટયુશન કલાસીસો ઉપર પ્રતિબંધ ફરમાવી દઈ તક્ષશીલા આર્કેડની ઘટનાની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી.
સરથાણા તક્ષશીલા આર્કેડની ગંભીર ઘટનામાં ૧૯થી વધુ વ્યકિતના મોત થયાં બાદ પો. કમિ. સતીષ શર્માએ કાયદાનો કોયડો વિઝ્યો હતો. ફાયર સેફટી માટેની કામગીરી કરવાની કે તપાસ કરવાની જવાબદારીમાં મનપાનું તંત્ર નમાલુ પુરવાર થયું છે. જેને પગલે સુરત શહેર પો. કમિ. સતીષ શર્માએ જાહેરનામું પ્રસિધ્ધ જાહેરનામું પ્રસિધ્ધ કરવાની ફરજ પડી હતી.
પો. કમિ. સતીષ શર્માએ બહાર પાડેલા જાહેરનામા મુજબ તા. ૨૪/૦૫/૨૦૧૯ ના રોજ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તક્ષશીલા આર્કેડ નામની બિલ્ડિંગમાં આગ લાગવાનો બનાવ બનેલ જે બનાવ સંબંધે સરથાણા ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનાની તપાસ મદદનીશ પો. કમિશનરની શ્રી ક્રાઈમ બ્રાંચ સુરત શહેરનાઓને સોંપવામાં આવેલ છે. તથા ટયુશન કલાસીસોમાં આવા ગંભીર બનાવો બનતા અટકાવવા આવી સંસ્થાઓ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેનામા મુજબ આવી સંસ્થાઓ (ટયુશન કલાસીસ) ફાયર સેફટી અંગેનું સક્ષમ સત્તાધિકારીનું એનઓસી મેળવ્યા બાદ જ ટયુશન કલાસીસ ચાલુ કરી શકાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY