પસ્તી, પુઠા અને ચીંધીનો મોટો જથ્થો સળગી ગયો
સુરત, તા. ૧૭
આજે સવારે અગિયાર વાગયાના સુમારે લિંબાયત મારૂતિનગર ખાતે સંજીવની હોસ્પિટલ નજીક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા આજુબાજુના રહેવાસીઓ અને હોસ્પિટલના સ્ટાફમાં ચકચાર મચી જવા પામી હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે ૧૧ વાગ્યાના સુમારે મારૂતિ નગર ખાતે સંજીવની હોસ્પિટલ નજીક આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. બનાવની જાણ થતા જ ડુંભાલ, માનદરવાજા અને ડીંડોલી ફાયર સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ભંગારના ગોડાઉનમાં પુઠા, પસ્તી અને ચીંધીનો મોટો જથ્થો હોવાથી આગની જવાળાઅો ઉંચે સુધી ઉઠતા અને ધુમાડો છવાતા આજુબાજુના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ફાયર સ્ટાફે આગને કાબૂમાં કરવામાં સફળતા મળી હતી, પરંતુ આગથી પતરાની શેડવાળા કાચા ગોડાઉનમાં રાખેલ ભંગારનો તમામ જથ્થો સળગી ગયો હતો. આગથી કોઇપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



