માલ ખરીદી ઈ.પી. ટેક્સના માલિકે હાથ ઊંચા કરી દીધા
સુરત, તા.૨૮
સુરત શહેરના રિંગરોડ જગદમ્બા માર્કેટમાં આવેલી ઈ.પી. ટેક્ષના વેપારીએ રૂપિયા ૨૮.૯૧ લાખની ઠગાઈ કરી હતી. શ્રી બાલાજી પ્રિન્ટ્સના વેપારી પાસેથી કાપડનો જથ્થો ખરીદી પેમેન્ટ ચૂકવ્યુ ન હતું.
સુરતના સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રિંગરોડ કોહીનૂર હાઉસમાં શ્રી બાલાજી પ્રિન્ટસના નામથી વેપાર કરતા જુગરાજ ચેનરૂપ કોઠારી પાસેથી આરોપી વસ્તારામ ભેરારામજી સોલંકી (ઈ.પી. ટેક્ષના માલિક) એ રૂપિયા ૨૮,૯૧,૬૯૦ની કિંમતના કાપડનો જથ્થો ખરીધ્યો હતો. ૧૨૦ દિવસમાં પેમેન્ટ ચૂકવવાનો વાયદો કર્યા બાદ પેમેન્ટ નહીં ચૂકવી વારંવાર વાયદાઓ કરી વિશ્વાસઘાત- છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે વેપારી જુગરાજ કોઠારીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



