ઝોનલ અધિકારી ગોહિલની ફરિયાદ અંગે સરથાણા પોલીસે તપાસ શરૂ કરી

0
19

તક્ષશિલા આર્કેડના બાંધકામ સહિતના પુરાવા પોલીસે મહાનગરપાલિકા પાસે માગ્યા
સુરત, તા. ૨૮
સરથાણા તક્ષશિલા આગ હોનારતમાં ગત તા. ૨૩મીએ નાના વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેર દેવેશ રવજી ગોહિલે તક્ષશિલાના માલિક અને કબજેદાર હરસુખ વેકરિયા, દિનેશ વેકરિયા, રવીન્દ્ર કહાર, સવજી પાઘડાળ વિરુદ્ધ આપેલી ફરિયાદ સંદર્ભે હજુ સુધી સરથાણા પોલીસે ગુનો દર્જ કર્યો નથી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ પોલીસે અરજીમાં આ ગેરકાયદે બાંધકામ સંદર્ભે માત્ર આરોપઓ જ જવાબદાર હોવાનું દર્શાવી આ ગેરકાયદે બાંધકામ સંદર્ભે પાલિકાના અધિકારીઓ કર્મચારીઓ બિલકુલ જવાબદાર ન હોવાનું જણાવી લાયાબિલટીની જોગવાઈઓ ટાંકવામાં આવી હતી.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ અરજી સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ઈમ્પેક્ટ નિયમત એકટ હેઠળ ગેરકાયદે બાંધકામ નિયમબંધી કર્યા બાદ ત્રીજા માળ સહિતનું બાંધકામ જે ગેરકાયદે કરવામાં આવ્યું છે. તો ગેરકાયદે બાંધકામ સંદર્ભે વરાછા ઝોન દ્વારા નોટિસ આપવા સહિતની કંઈ કંઈ કાર્યવાહી કરવામાં આવી છે જે અંગેની સત્તાવાર માહિતી પુરાવા સાથે ફરિયાદી કાર્યપાલક ઈજનેર દેવેશ ગોહિલ પાસે માગવામાં આવી છે. આ અરજી સંદર્ભે સરકારી દસ્તાવેજી પુરાવાના અભ્યાસબાદ ગુનો દાખલ કરવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY