નાનપુરા વિઘ્નેશ્વર એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી રૂ.૩૫ હજારની ચોરી

0
9

સુરત, તા.૧૬
નાનપુરા ગાંધી સ્મૃતિ ભવન પાસે આવેલા વિઘ્નેશ્વર એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં અંદર પ્રવેશી અજાણ્યા ઈસમે રોકડા રૂ.૨૦ હજાર તથા ત્રણ ગ્રામની બુટ્ટી અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.૩૫ હજારની મતાની ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનો બનાવ અઠવા પોલીસ મથકે નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નાનપુરા ગાંધીસ્મૃતિ ભવન વિઘ્નેશ્વર એપાર્ટમેન્ટ ખાતે અસ્મિતા મોશલ શુક્લ રહે છે. તેમના એક ફ્લેટમાં અજાણ્યા ઈસમે પ્રવેશ કરી રોકડા ૨૦ હજાર કાનમાં પહેરવાની ત્રણ ગ્રામ, સોનાની બુટ્ટી, મોબાઈલ ફોન મળી કુલ રૂ.૩૫ હજારની મતાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY