પતરાના રોડ અને ડોમ તોડતા પૂર્વે ૧૦ દિવસની મુદ્દત આપવાની માંગ

0
21

સુરત ડાયમંડ એસો.એ મેયર તથા કમિશનરને રજૂઆત કરી
સુરત, તા.૩
સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સુરત મહાનગરપાલિકાના મેયર, ડે.મેયર, સ્થાયી અધ્યક્ષ, કમિશનર અને નેતા શાસક પક્ષને રજૂઆત કરવામાં આવેલ છે. જેમાં તક્ષશિલા એપાર્ટમેન્ટની જે ઘટના બની તે ખૂબ જ દુઃખ દાયક છે. આ બાબતે જે ક્ષતિ રહી છે તેને જગ્યા ત્યાંથી સવાર સમજી સુધારો લાવવાનો આપનો પ્રયાસ હશે. પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા જે ટેરેસ પર બનાવવામાં આવેલ ડોમને નોટીસ આપ્યા વિના તોડી પાડવાની કાર્યવાહી થઈ રહી છે. તે વધારે અતિરેક જેવું લાગે છે. આ સંદર્ભે થોડો અભ્યાસ કરી નિર્ણય લેવામાં આવે તેવી અમારી વિનંતી છે. નીચે મુજબ આપેલ તેમજ વિવિધ સૂચનોને ધ્યાને લેવામાં આવે તેવી નમ્ર અરજ છે. જેમાં નોટીસ સાથે ટાઈમ પીરિયડ ૧૦ દિવસનો આપવો જોઈએ, જે ફેક્ટરીમાં જમણવાર માટે ખુલ્લા ડોમ હોય તો તેને મંજુરી આપવી જાઈએ, જે ફેકટરી માલિકે નિયમ મુજબ ફેરફાર કર્યા હોય તો તે ડોમ તોડવું જોઈએ નહીં, ડોમ ચારે બાજુથી ખુલ્લુ હોય અને ફાયર સેફ્ટીના નિયમ પ્રમાણે હોય તો તે ડોમ તોડવું જાઈએ નહીં, જે લોકો સ્વૈચ્છીક ફેરફાર કરવાની સહમતિ આપે તેને તંત્ર દ્વારા પરેશાન કરવા જેઈએ નહિં તથા વહીવટી, ચાર્જ વસૂલ કરવો નહીં અને ડોમ માત્ર બિલ્ડિંગની સેફ્ટી માટે હોય અને બીજા કોઈ પ્રકારનો ઉપયોગ ન થતો હોય તેને માન્ય કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY