એડી. સીટી ઈજનેર દેસાઈને તપાસ સોંપતા કમિશનર
સુરત, તા.૩
વરાછા રોડ સરથાણા ખાતે ટી.પી. સ્કીમ નં.૨૨ ફા. પ્લોટ નં.૧માં આવેલ ભોલેનાથ શોપિંગ સેન્ટરમાં આગ અકસ્માતના બનાવ સંદર્ભે બે અધિકારીઓ સામે ખાતાકીય તપાસ શરૂ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં કિર્તીકુમાર જીતુભાઈ મોઢ ફાયર ઓફિસર વરાછા ફાયર સ્ટેશન, ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ અને સંજયકુમાર આચાર્ય ડે.ચીપ ફાયર ઓફિસર ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત અધિકારીઓની તપાસની કાર્યવાહી પૂર્ણ કરવા માટે ખાતાકીય તપાસ અધિકારી તરીકે જે.એમ. દેસાઈ એડી. સીટી ઈજનેર લીંબાયત ઝોન તથા રજૂઆત અધિકારી તરીકે આર.એમ. ગામીત આસી. કમિશનર કતારગામ ઝોનની નિમણૂંક કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





