બહરાઈચ,તા.૯
દેશમાં રામ મંદિરને લઈને રાજકારણમાં સતત વિવાદો ચાલ્યા કરતા હોય છે. વિવાદિત નીવેદનોના કારણે આ મુદ્દો ચર્ચાનો વિષય રહ્યો છે. ઉત્તરપ્રદેશના ઉપપ્રમુખ મંત્રી કેશવપ્રસાદ મૌર્યબાદ હવે તેમના જ એક સહયોગી મંત્રીએ પોતાનો અભિપ્રાય આપ્યો છે ફર્ક ફક્ત એટલો જ છે કે કેશવમૌર્યએ રામમંદિર નિર્માણ માટે કાયદો લાવવાની વાત કરી હતી તો મંત્રી મુકુટ બિહારી વર્માએ તો સુપ્રીમકોર્ટ તેમજ સમગ્ર ન્યાય પ્રણાલીને જ પોતાની ગણાવી હતી.
કેશરગંજ બેઠકના ભાજપના ધારાસભ્ય મુકુટ બિહારી વર્માએ રામ મંદિર નિર્માણ પર કરેલા સવાલના જવાબમાં અતી ઉત્સાહમાં આવી આવુ નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યું કે ભાજપ વિકાસના મુદ્દે સત્તા પર આવી છે, રામ મંદિર બનશે જ. આ મામલો સુપ્રીમકોર્ટમાં છે અને સુપ્રીમકોર્ટ અમારી છે. આગળ કહ્યું કે ન્યાયપ્રણાલી, પ્રશાસન, દેશ અને મંદિર અમારૂ છે. આ નિવેદન બાદ વિવાદ થતા તેમણે ફેરવી તોળ્યુ હતુ કે મારો કહેવાનો ભાવાર્થ કંઈક અલગ જ હતો.
આ પહેલા પણ ડિપ્ટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે કાયદો લાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે જા સુપ્રીમકોર્ટ મંદિર નિર્માણ મામલે કોઈ રસ્તો ન કાઢી શકે તો સંસદમાં બંને ગૃહોમાં સંખ્યાબળના આધારે કાયદાનો સહારો લેવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




