બ્રિજ પરથી યુવાને તાપીમાં છલાંગ મારી, પ્રેમ પ્રકરણની આશંકા

0
34

સુરત,તા.૩
મગદલ્લા બ્રિજ પરથી મોડી રાત્રે એક યુવાને તાપીમાં છલાંગ મારી દીધી હતી. પરિવાર સાથે ફરવા નીકળેલા યુવાનની નજર પડતા પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ ફાયરના જવાનોએ કાદવમાં કમર સુધી ફસાયેલા યુવાનને બહાર કાઢી સારવાર માટે ૧૦૮ની મદદથી સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. યુવાને મોપેડ, મોબાઈલ, ચંપલ બ્રિજ પર મૂકી તાપીમાં કૂદકો માર્યો હતો. તપાસ કરતા યુવાન કોલેજ સ્ટુડન્ટ અને બેગમપુરાનો હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ તેના પરિવારને જાણ કરતા પરિવાર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યું હતું. પ્રેમ પ્રકરણમાં યુવાને તાપી નદીમાં કૂદકો માર્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. અને યુવાન દારૂના નશામાં હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.
નજરે જાનાર સાક્ષી દિગન પટેલે જણાવ્યું હતું કે, અચાનક એક યુવાન મગદલ્લા બ્રિજની સામે છેડે આવી તેમની નજર સામે મોબાઈલ, ચંપલ એક્ટિવાની ડીકીમાં મૂકી બ્રિજની પાળી પર ચઢી જાય છે. જેને જાઈ તાત્કાલિક તેઓ બચાવવા દોડી ગયા હતા. જોકે, તેને બચાવાઈ તે પહેલાં યુવાન બ્રિજ પરથી તાપીમાં છલાંગ મારી ચૂક્યો હતો. જેથી તાત્કાલિક પોલીસ અને ફાયરને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા અને રેસ્કયુ કરી યુવાનને બચાવી લીધો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY