ખટોદરા સ્થિત દર્પણ ટ્રાવેર્લ્સ દ્વારા રૂ.૨.૭૦ લાખની ઠગાઈ

0
12

ટ્રેનની બોગી બુક કરાવવાના બહાને છેતરપિંડી
સુરત, તા.૪
ખટોદરાની દર્પણ ટ્રાવેર્લ્સ વાળાએ લગ્ન માટે ત્રણ ચાર્ટર્ડ કોચ બુક કરાવી આપવાના નામે રૂ.૨,૭૦,૦૦૦ લાખની ઠગાઈ કરી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘોડદોડ રોડ રત્નનાભ એપાર્ટમેન્ટમાં રહેતાં ડૉ. રાજેશ ઈશ્વરભાઈ દેસાઈએ આરોપી કમલ શ્રીવાસ્તવ દર્પણ કમલભાઈ શ્રીવાસ્તવ (દર્પણ ટ્રાવેલ્સ, ગાંધીનગર ખટોદરા) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીની દિકરીના લગ્ન માટે સુરતથી મડગાવ રેલવેના ત્રણ ચાર્ટર્ડ કોચ બુક કરાવી આપવાનો વિશ્વાસ આરોપીઅોએ આપ્યો હતો અને ડિપોઝીટ પેટે ટુકડે ટુકડે રૂપિયા ૨.૭૦ લખ મેળવ્યા બાદ બુકિંગ નહીં કરાવી પૈસા પરત આપવા માટે વાયદાઓ કરી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY