અમરોલીના વેપારીએ ઉધારમાં ઘરેણાં ખરીદી પેમેન્ટ ચૂકવ્યું નહીં
સુરત, તા.૫
વરાછા રોડ ખાતે આવેલ અરિહંત જેમ્સ એન્ડ જ્વેલરીની દુકાનમાંથી રૂ.૩.૬૧ લાખની કિંમતના સોનાના દાગીના લઈ જનાર અમરેલીના વેપારીએ પેમેન્ટ નહીં ચૂકવતાં પોલીસ ફરિયાદ નોîધાઈ હતી.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અરિહંત જેમ્સ એન્ડ જ્વેલરી પ્રાઈવેટ લિમિટેડના પ્રતાપ વિરજીભાઈ ચોડવડીયાએ આરોપી રસિકભાઈ સાંગાણી (અમરેલી) વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી બાકીમાં રૂપિયા ૩,૬૧,૮૧૯ની કિંમતના સોનાના દાગીના લઈ ગયા હતા. જેનું પેમેન્ટ આજદિન નહીં ચૂકવી આરોપી રસિક સાંગાણીએ વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. બનાવ અંગે વરાછા પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




