દિલ્હીના ઠગ સામે સુરત પોલીસમાં ફરિયાદ
સુરત, તા.૫
બજાજ ફાયનાન્સના નામે રૂપિયા બે લાખની લોન મંજૂર થઈ હોવાનું જણાવી ઈન્સ્યુરન્સ પેટે રૂ.૨૦,૦૦૦ પડાવી લીધાનો બનાવ કાપોદ્રા પોલીસ મથકે નોîધાયો હતો.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીના બેîક એકાઉન્ટ ધારક વિપીન હોબ્બુલાલ વિરૂદ્ધ નાના વરાછા સ્નેહમિલન સોસાયટીમાં રહેતાં અલ્પેશભાઈ આનંદભાઈ ધોરીએ ફરિયાદ નોîધાવી હતી. આરોપીએ ફરિયાદીને ફોન કરી બજાજ ફાયનાન્સ કંપનીનો કર્મચારી હોવાનું જણાવી રૂપિયા બે લાખની લોન મંજૂર થઈ હોવાથી ઈન્સ્યુરન્સના રૂ.૨૦ હજાર બેક અકાઉન્ટમાં જમા કરાવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. કાપોદ્રા પોલીસે અલ્પેશ ઘોરીની ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



