તાપી જિલ્લામાં રોડ સેફ્ટી કાઉન્સિલ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ

0
14

ફૂટપાથ પરના દબાણો દૂર કરવા નિર્ણય
વ્યારા, તા.૫

તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલી કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં તાપી કલેકટર આર.એસ.નિનામાની અધ્યક્ષતામાં તાપી જિલ્લા રોડ સેફટી કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. બેઠકમાં રોડ સલામતિને લગતી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા કલેકટર નિનામાએ જણાવ્યું હતું કે, તમામ રોડ પર જરૂર જણાય ત્યાં ઝેબ્રા ક્રોસીંગ કરવામાં આવે તથા સાઇન બોર્ડ અને જંકશન બોર્ડ પણ લગાવવામાં આવે એમ જણાવી તેમણે રોડ સેફટી અંગે કરવામાં આવેલી કામગીરીની વિગતોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.
બેઠકમાં નેશનલ હાઇ-વે, સ્ટેટ હાઇ-વે તથા અન્ય રસ્તાઓ પર જયાં અવાર નવાર અકસ્માતના બનાવો બનતા હોય તેવા બ્લેક સ્પોટની ઓળખ કરી તેવા બ્લેક સ્પોટ દુર કરવા અંગે પણ વિગતે માર્ગદર્શન પુરૂ પાડયું હતું. આ ઉપરાંત રોડ સેફટી ઓડિટ, સ્ટેટ તથા ગ્રામ્ય રસ્તાઓ પહોળા કરવા, શાળા-કોલેજ, જાહેર આનંદ પ્રમોદની જગ્યાઓ, ધાર્મિક સ્થળો, રોડ જંકશન જેવી જગ્યાઓ પર સ્પીડ બ્રેકર મુકવા, સીટી રોડ તથા ફુટપાથ પરના દબાણો દુર કરવા, ટ્રાફિક ગુનાઓ અંગે ખાસ ચેકીંગ કરવા અંગે વિગતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકનું સંચાલન સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પરમારે કર્યું હતું. બેઠકમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયા, નાયબ પોલીસ અધિક્ષક એસ.કે.રાય, કાર્યપાલક ઇજનેર અમિતભાઇ વસાવા, કાર્યપાલક ઇજનેર(પંચાયત) ચૌધરી, નગરપાલિકા સોનગઢના ચીફ ઓફિસર, નેશનલ હાઇ-વે ઓથોરિટીના અધિકારી, માંડળ ટોલ પ્લાઝાના અધિકારી, આર.ટી.ઓના અન્ય અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY