દેશમાં ૨૦૨૬ સુધીમાં ૮૦ ન્યુકિલઅર રિએક્ટર સંચાલિત થશે

0
11

કાનપુર,તા.૨૮
આઇઆઇટી-કાનપુર, દિલ્હી, મુંબઇ અને ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના સહયોગથી સ્વદેશી ન્યુકિલઅર રિએક્ટર તૈયાર કરવામાં આવી રહ્યાં છે તેમાં કમ્પ્યૂટરાઇઝ્ડ પ્રોગ્રામિંગ, સુરક્ષા, કોડિંગ સામેલ છે. તેની શરૂઆત થઇ ચૂકી છે. ચેન્નઇમાં સ્વદેશી ટેકનિક પર ન્યુકિલઅર પાવર પ્લાન્ટ તૈયાર થઇ ચુકવ્યા છે. ત્રણેય આઇઆઇટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીના સહયોગથી બહેતર વીજળી ઉત્પાદન કરવાને લઇ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.
ર૦ર૬ સુધી દેશમાં ૮૦ ન્યુકિલ અર રિએક્ટર સંચાલિત થશે. હાલમાં રર ન્યુકિલઅર રિએક્ટર છે. તે કુલ ઊર્જાના વપરાશના માત્ર પાંચ ટકા છે. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની વરિષ્ઠ વિજ્ઞાની ડો. બી.કે. સપરા અને તેમની ટીમે આઇઆઇટી-કાનપુરની મુલાકાત લીધી અને ન્યુકિલઅર પાવર પ્લાન્ટની ગુણવત્તા પારખવા માટે બની રહેલા સેન્ટરનું નિરીક્ષણ કર્યું.
ઈંધણ હોય કે પછી ઊર્જાનું ઉત્પાદન, તેની માગને પૂરી કરવા માટે દિન-પ્રતિદિન વધતા જતા ઉપયોગથી પ્રાકૃતિક સંસાધનો સમાપ્ત થઈ રહ્યાં છે. આવા સંજાગોમાં વૈકલ્પિક વ્યવસ્થાની શોધ શરૂ થઈ ગઈ છે.
ન્યુકિલઅર એનર્જી (પરમાણુ ઊર્જા) સૌથી શ્રેષ્ઠ રસ્તો ગણાય છે. અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, જર્મની સહિતના અન્ય વિકસિત દેશોમાં આ વિષય પર કામ શરૂ થઈ ગયું છે. ભારતની આ દિશામાં ગતિ ખૂબ ધીમી છે.
દેશમાં બની રહેલા પ્લાન્ટને એ રીતે ડિઝાઈન કરવામાં આવી રહ્યા છે, જેના ઉપર સાયબર એટેકની કોઈ અસર થશે નહીં. ઉત્તર પ્રદેશમાં હાલ નરોરા પ્લાન્ટ કાર્યરત છે. ર૦ર૬ સુધીમાં યુપીમાં વધુ એક પ્લાન્ટ શરૂ કરવાનો પ્રસ્તાવ પણ છે.
આ પ્લાન્ટ કાર્યરત થઈ જશે ત્યારે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના લોકોને વીજળીની શ્રેષ્ઠ વ્યવસ્થા મળશે. ડો. બી.કે. સપરાએ જણાવ્યું કે ઈંધણની જરૂરિયાત, પર્યાવરણ પ્રદૂષણ અને ઊર્જાની માગને જાતાં ન્યુકિલજ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. ર૦ર૬ સુધીમાં ૭પ થી ૮૦ પ્લાન્ટ બની જશે. આ માટે હાલ અમે સ્વદેશી ટેક્નોલોજી વિકસાવી રહ્યા છીએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY