સિરીઝ ચેલેન્જ સ્પર્ધામાં મનપાએ રજૂ કરેલા ત્રણ પ્રોજેક્ટ પસંદ થયા

0
9

કેન્દ્ર સરકાર હાઉસિંગ મિનીસ્ટ્રી દ્વારા ચાર પૈકીના ત્રણ પ્રોજેક્ટ સોર્ટલીસ્ટ
સુરત, તા.૧૯
ધી મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સિટીઝ ચેલેન્જ સ્પર્ધા રાખવામાં આવી હતી. આ સિટીઝ ચેલેન્જ અંતર્ગત ૧૦૦ સ્માર્ટ સિટીઝમાંથી જુદા જુદા ચાર સેક્ટરના સ્પેશિયલ પ્રોજેક્ટોની પ્રપોઝલ મંગાવાઈ હતી. જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ૪ પ્રપોઝલ મોકલવામાં આવી હતી. જે પૈકી ૩ પ્રોજેક્ટોનું સીલેક્શન થયું છે. ધી મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સિટીઝ ચેલેન્જ સ્પર્ધા રાખવામાં આવી છે. જેમાં ૧૦૦ સ્માર્ટ સિટીઝમાંથી ચાર સેક્ટર જેમાં પબ્લિક અોપન સ્પેસ, સસ્ટેનેબલ મોબિલિટી, અર્બન ઈ-ગર્વનન્સ એન્ડ આઈસીટી અને સોશીયલ એન્ડ અોર્ગેનાઈઝેશનલ ઈનોવેટિવ ઈન લોઅર ઈન્કમ સેટલમેન્ટના સ્પેશીયલ પ્રોજેક્ટોની પ્રપોઝલમંગાવવામાં આવી હતી.
જે અંતર્ગત કુલ ૬૭ પ્રોજેક્ટો પૈકી ૨૬ પ્રોજેક્ટોને બીજા રાઉન્ડમાં સીલેક્ટ કરવામાં આવ્યા છે. જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ૪ પ્રોજેક્ટ પ્રપોઝલ મોકલ્યા હતા. જેમાંથી ૩ સીલેક્ટ થયા હતા. અને હવે પ્રેઝન્ટેશન માટે આગામી ૨૧ અને ૨૨ જાન્યુઆરીએ દિલ્હી ખાતે બોલાવવામાં આવ્યા છે. બીજા રાઉન્ડમાં સીલેક્ટ થનાર ઈનોવેટિવ પ્રોજેક્ટને ખાસ ૫૦ થી ૮૦ ટકા ફંડ ગ્રાંટ માટે ફાળવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીલેક્ટ થયેલા પ્રોજેકટમાં બાયોડાયવર્સીટી પાર્ક, ગ્રીન મોબીલીટી, અને ડીજીટલી ઈન્ક્લુસીવ અર્બન સ્પેસનું સીલેક્શન થયું છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY