પિયર આવેલી પરિણીતાએ અડાજણ પોલીસમાં ફરિયાદ કરી
સુરત, તા. ૬
અડાજણ વિસ્તારમાં રહેતા એક ડોક્ટર પરિવારની પરિણીતાએ ડોક્ટર પતિ સહિત સાસરિયાઓ સામે દહેજ અને માર માર્યો હોવાની ફરિયાદ અડાજણ પોલીસ મથકમાં નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહુવા ગામના સ્ટેશન ફળિયા જલારામ મંદિર સામે ડો. મૃણાલકુમાર પ્રકાશભાઈ પટેલ રહે છે તેમના લગ્ન અડાજણ વિસ્તારમાં રહેતી એક શ્રમજીવી પરિવારની યુવતી સાથેથયા હતા. લગ્ન જીવન દરમિયાન ડો. મૃણાલ પટેલ (પતિ), પ્રકાશ મગનભાઈ પટેલ (સસરા-૬૦), દક્ષાબેન પટેલ (સાસુ) વિગેરેઓએ એકબીજાની મદદગારી કીરને દહેજ માગી શારીરિક-માનસિક ત્રાસ આ પરિણીતા આપતા હતા. જેનાથી કંટાળી જઈ આ પરિણીતાએ સસરાનું ઘર છોડી પિયરમાં આવી જઈ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ડોક્ટર પરિવાર સામે દહેજ અને મારા મારીનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




