સુરત, તા. ૬
કાપોદ્રા સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ ખાતે કારની લોન પરïના નાણા નહીં ચૂકતે કરી રૂ. સાડા પાંચ લાખનો વિશ્વાસઘાત વાહનની લે-વેચ કરનારા સાથે કરી બે આરોપીઅો ફરાર થઈ ગયા હોવાનો બનાવ કાપોદ્રા પોલીસ મથકમાં નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની અને હાલમાં નાના વરાછા સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટમાં રહેતા અને વાહનની છલે-વેચ કરતા જિતેન્દ્રભાઈ ગોવિંદભાઈ ડાવરાએ રાજ કુત્બુદ્દીન ઈબ્રાહીમની ઑળખાણથી સૈયદ મહેબૂબ અબ્બાસને હોન્ડા કાર (જીજે-૦૩-એફકે-૯૧૦૬) રૂ. ૫.૦૪ લાખમાં લોન સાથે વેચાણ કરી હતી અને જેના પેટે તેઓએ માત્ર ૫૦ હજાર રૂ એડવાન્સ પેટે આપી બાકીના નાણા નહીં ચૂકતે કરી રૂ. સાડા પાંચ લાખમાં વાહન લે-વેચ કરનાર સામે વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા. કાપોદ્રા પોલીસે આઈપસી ૪૦૬, ૪૨૦ તથાï ૧૧૪ મુજબનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




