લખનૌ,તા.૨૮
રક્ષાબંધનના દિવસે પોલીસ ઈન્સ્પેક્ટરને રાખડી બાંધીને મુસ્લિમ મહિલાએ દેવબંધનો ગુસ્સો વહોરી લીધો છે.
ઉત્તરપ્રદેશ પોલીસના વડાએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને આસપાસની મહિલાઓ પાસે રાખડી બંધાવીને તેમને સુરક્ષાની ખાત્રી આપવા માટે આદેશ આપ્યો હતો. જેની પાછળનો ઈરાદો પોલીસ અને આમ જનતા વચ્ચેના સબંધોને વધારે મજબૂત બનાવવાનો હતો.
બીજી તરફ દેવબંધમાં એક મુસ્લિમ મહિલાએ પોલીસ ઈન્સ્પેક્ટરને રાખડી બાંધતા જ મૌલાનાઓએ તરત ફતવો બહાર પાડી દીધો હતો. દેવબંધી મુફ્તી અહેમદે કહ્યું હતુ કે મુસ્લિમ મહિલાઓને રાખડી બાંધવાની પરવાનગી ઈસ્લામમાં નથી કારણકે મહિલાઓએ રાખડી બાંધવી હોય તો પરદામાંથી બહાર આવવુ પડે છે અને પુરુષને સ્પર્શ કરવો પડે છે. જે માન્ય નથી.
જ્યારે અન્ય એક મુફ્તી તારીખ અહેમદે તો રાખડી બાંધનાર મહિલાનો જ બહિષ્કાર કરવા માટે અપીલ કરી છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




