સુરત,તા.૬
સુરતની નવી સિવિલ હોસ્પિટલની બહાર સવારે જ રિક્ષામાં પ્રસુતિ કરવાની ફરજ પડી છે. જાકે સિવિલ હોસ્પિટલનાં સ્ટાફને જાણ થતાની સાથે જ ડોક્ટરો અને નર્સ બહાર આવી જઇ અને તરત જ સારવાર શરૂ કરી દીધી હતી. ડોક્ટરો અને ન‹સગ સ્ટાફની સૂઝબૂઝને કારણે બે જીંદગીઓ બચી છે. હાલ મહિલાની તબિયત સ્થિર છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલની બહાર પ્રસુતિ થવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ આવા કિસ્સાઓ બની ચુક્વ્યા છે. સવારે પ્રસુતિ માટે રિક્ષામાં આવેલી મહિલા નવી સિવિલની બહાર આવતાની સાથે જ તેની રિક્ષામાં જ પ્રસુતિ કરવાની ફરજ પડી હતી.
કદાચ આ મહિલાને હોસ્પિટલ સુધી આવવામાં વાર થઇ હોવી જોઇએ. જેના કારણે તે હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ તેની પ્રસૂતિ કરવી પડી હતી.
જોકે પ્રસૂતિ પીડાની ખબર મળતાની સાથે જ ડોક્ટરો અને નર્સ રિક્ષા પાસે દોડી આવ્યાં હતાં. જેના કારણે તરત જ સારવાર શરૂ કરવામાં આવી હતી. પ્રસૂતિ કરાવીને મહિલા અને બાળકને તરત જ અંદર લઇ જવામાં આવ્યાં હતાં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





