ઓલપાડમાં દારૂ સાથે મહિલા બુટલેગર ઝબ્બે

0
11

સુરત, તા. ૭
ઓલપાડના મોટી હળપતિવાસમાં એક બુટલેગરના મકાનમાં અોલપાડ પોલીસે દરોડા પાડી ૨૩૩ નંગ વિદેશી દારૂની બોટલો કબજે કરી એક મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય બે ઈસમોને પોલીસે વોન્ટેડ બતાવ્યા હોવાનું જણાવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઓલપાડ તાલુકાના મોટા હળપતિવાસ ખાતે નિકુ અતુલભાઈ રાઠોડ, વાસંતીબેન ઉકાભાઈ રાઠોડ, અશ્વિનભાઈ પટેલ રહે છે. તેઓ દેશી તથા વિદેશી દારૂના જથ્થાનું વેચાણ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ઓલપાડ પોલીસને મળેલી એક બાતમીના આધારે તેઓના મકાનમાં દરોડા પાડી વગર પાસ પરમીટની ભારતીય બનાવટની બિયર તથા બ્રાન્ડીની ૨૩૩ નંગ બાટલીઓ કિંમત રૂ. ૬૦ હજાર ૫ હજાર રૂ.નો મુદ્દામાલ કબજે નિરિક્ષાબને ઉર્ફે રીનકુ રાઠોડની ધરપકડ કરી હતી. જ્યારે વાસંતીબેન રાઠોડ તથા ઓલપાડ કમરોલી ગામના અશ્વિન પટેલને પોલીસ ચોપડે વોન્ટેડ બતાવાયા હોવાનું જાણવા મળ્યું હતું. તમામ પોલીસે પ્રોહીબીશન એકટનો ગુનો દાખલ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY