પરીક્ષા કેન્દ્રો પાસે ટોળાએ એકત્ર થવું નહીં
સુરત, તા.૮
સુરત શહેરમાં આગામી તા.૯-૬-૧૯ના રોજ યોજાનાર રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને ઉમેદવારો શાંતિથી પરીક્ષા આપે તેવા હેતુથી શહેરના મદદનીશ પોલીસ કમિશનરશ્રી, (વિશેષ શાખા) પી.એલ. ચૌધરીએ એક જાહેરનામા દ્વારા શહેરના ૮૯ પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજયામાં ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્ર થવા, સભા ભરવા કે સરધસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ .પર નજીકમાં ઝેરોક્ષ સેન્ટર પરીક્ષા દરમિયાન ચાલુ રાખવા નહી. તેમજ વાહનો ઉભા રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રની બિલ્ડિગમાં મોબાઈલ, ઈલેકટ્રોનિકસ ડિવાઈસ અથાવ કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા લાવવા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અપવાદ તીરકે પરીક્ષાના કાર્યમાં રોકાયેલા વ્યકિતઓ, ફરજ ઉપરની વ્યકિતઓ કે લગ્નના વરધોડાને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




