માનદરવાજામાં બે ભાઈઓ પર ચાર જણાનો ઘાતકી હુમલો

0
9

ઝઘડાની અદાવતમાં હત્યાનો પ્રયાસ
સુરત, તા. ૮
સામે જોવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં બે ભાઈ ઉપર ચાર જણાએ ખુની હુમલો કરી ગંભીર ઈજા પહોîચાડી હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ સ્ટેશને નોંધાયો હતો.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માનદરવાજા બાખડ મહોલ્લો લાલવાડી એસએમસી બાંકડા પાસે આ બનાવ બન્યો હતો. ફરિયાદી મુસ્તુફા જાબીર શેખ અને તેનો ભાઈ બાંકડા ઉપર બેઠા હતા, ત્યારે આરોપી યૂસુફ ભંગી મોરટ સાઈકલ લઈને પસાર થતો હતો અને ફરિયાદીના ભાઈની સામે કતરાઈને જાતા ફરિયાદીના ભાઈએ કહ્નાં હતું કે, કેમ આવી રીતે જૂએ છે? જેથી ઝઘડો થયો હતો જેની અદાવત રાખી આરોપી યૂસુફ ભંગી, એઝાઝ ઉર્ફે ખંજરી, અજુ ઉર્ફે ચીરો, જલીયો તલવાર, ચપ્પુ, લાકડા સાથે ધસી આવી ફરિયાદી તથા તેના ભાઈ ઉપર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી ભારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. બનાવ અંગે સલાબતપુરા પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી પો.ઈ. વી. જે. ચૌધરીએ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY