પુણા પોલીસે એકને ઝડપી પાડ્યો : ત્રણ વોન્ટેડ
સુરત, તા. ૮
સુરત શહેરના પુણા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો કબજે કરી એકની ધરપકડ કરી હતી એકની ધરપકડ કરી હતી. જ્યારે ત્રણે જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
સુરત શહેરના પુણા પોલીસે મળેલી બાતમીના આધારે કુંભારિયા ગામન પાસેથી ટેમ્પો નં. જીજે-૦૫-બીવાય-૬૦૫૩ જપ્ïત કર્યો હતો. આ ટેમ્પામાંથી વિદેશી દારૂની ૩૯૨ નંગ બોટલ (કિંમત રૂ. ૨૬,૧૦૦) મળી આવતી ટેમ્પા સાથે કુલ્લે રૂપિયા ૮૬,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુણા પોલીસે આરોપી મધુ બાદરભાઈ વાંસફોડાની ધરપકડ કરી હતી. જ્યારે આરોપી કમુબેન અવીયરભાઈ વસાવા, સોનુ અને વિકો ઉર્ફે ભુરો અવીયર ભાઈને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




