ફરજિયાત ફાયર સેફટીના આદેશ બાદ
તોડી પડાયેલા ડોમ તથા પતરાના સ્ટ્રક્ચરોમાં ચાલતા વર્ગો શાળા સંચાલકો માટે મોટી સમસ્યા
સુરત, તા. ૮
સોમવારથી સમગ્ર રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતા નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ સાથે જ શાળા સંચાલકોની વર્ગોના ફાળવણી મુદ્દે આકરી પરીક્ષા શરૂ થશે ફાયર સેફટી નોટિસના લીધે તમામ શાળાના ટેરેસ પરથી ડોમ તોડી પાડવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્ય શિક્ષા મંડળ સંચાલિત તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આવતીકાલે સોમવારે ૧૦ જૂનથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે. ગત ૨૪મી મેના રોજ સરથાણા નજીક તક્ષશિલા આર્કેડમાં ચોથા માળે ગેરકાયદે ડેમમાં ચાલતા ટયુશન કલાસીસમાં લાગેલી આગથી ૨૨ માસૂમ બાળકોના કરૂણ મોત નીપજ્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકારના આદેશથી મહાનગરપાલિકા દ્વારા સુરત સહિત સમગ્ર રાજ્યમાં ટેરેસ ઉપર ગેરકાયદે બનાવેલા પતરા, શેડ, ડોમ, સ્ટ્રકચર ઉતારી પાડવાનું અભિયાન શરૂ થયું છે. શહેરની તમામ શાળાઓ, ટયુશન કલાસીસ, શૈક્ષણિક સંસ્થાઓ કે જ્યાં વધુ સંખ્યામાં લોકો ભેગા થતા થતા હોય અને અવર જવર હોય ત્યાં ફાયર સેફટીના સાધનો ફરજિયાત ઈન્સ્ટોલ કરવા તેમજ ટેરેસ ઉપરનું ડોમ સ્ટ્રકચર ઉતારી પાડવા માટે પાલિકાના તમામ ઝોનમાં છેલ્લા ૧૦ દિવસથી કામગીરી ચાલી રહી છે શહેરમાં મોટા ભાગની સ્કૂલો અને ટયુશન કલાસીસ સંચાલકોએ તક્ષશિલા અગ્નિકાંડબાદ વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી સ્વૈચ્છિક રીતે પણ ડોમ સ્ટ્રકચર ઉતારી પાડવામાં આવ્યા છે સોમવારથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ શાળામાં ટેરેસનું બાંધકામ તૂટતા હવે વિદ્યાર્થીઓને વર્ગોની ફાળવણી અંગે સમસ્યા સર્જાઈ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



