સુરત, તા.૨૩
ઓલપાડ તાલુકાના કારેલી ગામ ખાતે પોલીસે ચાર ઈસમો પાસેથી મસમોટો ગાંજાનો જથ્થો કબજે કરી ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ૫૪ કિલો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે તમામને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાંડ પણ મેળવ્યા હતા. આ રિમાંડ પુરા થતા તમામને લાજપોર જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત ગ્રામ્યની એસઓજી શાખામાં પીએસઆઈ પી.એન. ઝાઝુવાડીયા પોતાની ફરજ બજાવે છે. ઓલપાડ તાલુકાના કારેલી ગામ સિદ્ધી રેસીડેન્શીમાં રહેતા ઉપેન્દ્ર ઉર્ફે પીન્ટુ સુદર્શન પ્રધાન, પ્રભાકર ઉર્ફે બુલ્લુ, બિદ્રેશ મુન્ની, ભગવાન દંડયાન પોઈડા તથા અજીત ઉદયનાથ વગેરેઓ પાસેથી પોલીસે ગાંજાનો જથ્થો ૫૪.૦૫ કિલોગ્રામ કિંમત રૂ.૩.૨૪ લાખ, ૬ મોબાઈલ ફોન, એક્ટીવા કિંમત રૂ.૨૫ હજાર તથા અંગ ઝડતીમાંથી રૂ.૬૪૫૦ કબજે કરી એનડીપીએસના ગુના હેઠળ ધરપકડ કરી હતી. આરોપીઓની કડક પૂછપરછ દરમ્યાન તેઓ તેલંગાણાના ઈમરાન નામના ઈસમ પાસેથી ગાંજા લાવી સુરત અને જિલ્લામાં વેચાણ કરતા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




