પિતા-પુત્રને ચપ્પુ મારી મોબાઈલ ફોનની લૂંટ

0
6

સુરત, તા. ૧૦
તાતીથૈયા ગામ પાસે એક નોકરિયાત યુવતી અને તેના પિતા પર ચાકુ વડે હુમલો કરી છાતી તેમજ હાથ પરના ભાગે ત્રણ-ત્રણ ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી રૂ.૯ હજારની કિંમતનો મોબાઈલ ફોનની લૂંટ ચલાવી મોટર સાઈકલ પર આવેલા હિન્દી ભાષી ત્રણ લૂંટારૂઓ ફરાર થઈ ગયા હોવાનો બનાવ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં નોîધાયો હતો. પોલીસે લૂંટનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના જાલોન જિલ્લાના વતની અને હાલમાં તાતીથૈયા ગામ સોની પાર્ક ખાતે રહેતા કોમલ બલરામ શર્મા અને તેના પિતા બલીરામ શર્મા તાતીથૈયા ગામ જય માતાજી કંપનીના રોડ પરથી પસારથતા હતા ત્યારે મોટર સાઈકલ પર આવેલા હિન્દી ભાષી ત્રણ અજાણ્યા ઈસમોએ તેઓને આંતરીને ચપ્પુ વડેનીપતા-પુત્રી પર હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી રૂ. ૪ હજારની કિંમતનો મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યા઼ પુત્રી પોલીસે આઈપીસી-૩૯૭ તથા ૧૧૪ મુજબનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY