લગ્નની લાલચ આપી છોકરીનું અપહરણ

0
47

સુરત, તા. ૨
કુંવરદા ગામ ખાતે રહેતા એક શ્રમજીવી પરિવારની સગીર પુત્રીને લગ્નની લાલચ આપી એક આરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ કોસંબા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં માંગરોળ તાલુકાના કુંવરદા ગામના રહેવાસી પ્રભાકર શ્રી જાગેશ્વર પ્રસાદ પાંડે કોઈ ખાનગી કંપનીમાં છૂટક નોકરી કરે છે. તેમની એક ૧૪ વર્ષ અને ૧૦ માસની પુત્રી છે. આ વિસ્તારમાં રહેતી હીરાલાલ શાહે પ્રભાકરની સગીરપુત્રીને લગ્નની લાલચ આપી લલચાવી પટાવી ફોસલાવીને અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી હીરાલાલ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી અને ફરિયાદીના સગાસંબંધીઓને ત્યાં પણ તપાસ શરૂ કરી હતી, પરંતુ તે મળી ન આવતા પોલીસે આરોપી સામે આઈપીસી-૩૬૩, ૩૬૬ મુજબનો ગુનો નોંધ્યો હતો.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY