બે વર્ષથી પ્રેમી સાથે રહેતી હતી : પ્રેમીએ પણ દવા પી લીધી
સુરત, તા. ૧૧
પતિને તરછોડી પ્રેમી સાથે રહેવા ચાલી ગયેલી પત્ની ફરીથી પતિ જાડે રહેવા આ માટેનું કહેતા પતિએ ના પાડી દીધી હતી. જેથી પત્ïનીએ ઝેરી દવા પી જઈ આત્મહત્યાïની કોશિષ કરી પ્રેમી ઘરે આવી જતાં પ્રેમીએ પણ ઝેરી દવા પી લીધી હતી. આ બન્ને જણાંને સારવાર માટે સાધના હોસ્પિટલમાં ખસેડાયા હતા.
કીમ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કઠોદરા ગામ રોયલ પાર્કમાં રહેતી ઈલાબેન ગણપતભાઇ જાબું છેલ્લા બે વર્ષથી પ્રેમી ચતુરભાઈ ઉર્ફે પ્રકાશ ચૌધરી સાથે પ્રેમ સંબંધ હોય સાથે રહેતા હતી. દરમિયાન છોકરાઓ યાદ આવતા ઈલાબેને પતિ ગણપતને ફોન કરીને ‘તું મને માફ કરી દે, હવે હું તારી સાથે રહેવા માંગુ છું.’ તેમ જણાવતા પતિએ તું તારી મરજીથી તારા પ્રેમી સાથે રહે છે, હું તને રાખી શકું નહીં જેથી ઈલાબેનને ખોટું લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. આ સમયે પ્રેમી મહાદેવ પણ આવી જતાં મહાદેવે પણ ઝેરી દવા પી લીધી હતી.
આ બન્નેને હોસ્પિટલમાં ખસેડાયા હતા. કીમ પોલીસે જાણવા જાગ નોîધ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



