ઉદ્યોગજગતને રાહત..!?,રિવર્સ ચાર્જને ખતમ કરવા ભલામણ

0
52

ન્યુ દિલ્હી,તા.૯
ઉદ્યોગ જગત માટે મોટી રાહતના સમાચાર છે. જીએસટી કાઉન્સીલના મંત્રીમંડળે રિવર્સ ચાર્જ મિકેનિઝમ (આરસીએમ)ને ખતમ કરવાની ભલામણ કરી છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીની અધ્યક્ષતાવાળા મંત્રીમંડળનું કહેવું છે કે આરસીએમની જોગવાઈવાળા સીજીએસટી કાયદાની કલમ ૯(૪)ને ખતમ કરી તેની જગ્યાએ નવી કલમ જાડીને જીએસટી કાઉન્સીલને આ અધિકારી આપવામાં આવે કે જીએસટીમાં રજિસ્ટર્ડ વેપારીઓમાંથી કઈ શ્રેણીના કારોબારીઓ માટે આરસીએમ લાગુ કરી શકાય. એક અન્ય મંત્રીમંડળે ડિઝિટલ પેમેન્ટ પર જીએસટીમાં બે ટકા છૂટ આપવા સંબંધી મોદી સરકારના પ્રસ્તાવને પણ રદ કરવાની ભલામણ કરી છે.
જીએસટી કાઉન્સીલે બન્ને વિષયો પર વિચાર કરવા માટે સુશીલકુમાર મોદીની અધ્યક્ષતાવામાં બે અલગ અલગ મંત્રીમંડળની રચના કરી હતી. રવિવારે બે મંત્રીમંડળોની અહીં બેઠક મળી હતી જેમાં આ ભલામણો કરવાનો નિર્ણય લેવાયો હતો. સુશીલ મોદીએ કહ્યુ કે મંત્રીમંડળ પોતાની ભલામણોને હવે ૨૧ જૂલાઈએ વીડિયો કોન્ફરન્સીંગથી થનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં રાખશે. આરસીએમ પર મંત્રીમંડળની ભલામણ એટલા માટે મહત્વપૂર્ણ છે કેમ કે ઉદ્યોગ જગત તેને લઈને અસહજ સ્થિતિ અનુભવી રહ્યો છે. એટલા માટે તેનું ક્રિયાન્વયન ૩૦ સપ્ટેમ્બર સુધી ટાળવામાં આવ્યું છે. સીજીએસટી અને એસજીએટી કાયદાની કલમ ૯(૪) હેઠળ રિવર્સ ચાર્જ મિકેનિઝમની જોગવાઈ છે પરંતુ તેના ક્રિયાન્વયનને લઈને નાના અને મોટા વેપારીઓને વાંધો રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY