આંધ્રના વેપારીને એક કિલો સોનુ આપવાના બહાને ૨૭ લાખ પડાવી લીધા

0
24

ચાર ગઠિયા સામે રાંદેર પોલીસ સ્ટેશને ફરિયાદ
સુરત, તા. ૧૩
રૂ. ૨૭ લાખની કિંમતનું સોનુ આપવાના બહાને રૂપિયા મેળવી કાગળ વાળી થેલી પકડાવીને ચાર ગઠિયા ફરાર થઈ ગયા હતા. આ બનાવ અડાજણ પાટિયા હોટલ વે વેઈટમાં બન્યો હતો.
રાંદેર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આંધ્રપ્રદેશના મૌલી વેકટાસત્યનારાયણ કોટેશ્વર ધર્મારાવએ આરોપી વિશાલ, અશોક જૈન સહિત બે અજાણ્યા વ્યકિત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયડાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીને આરોપીએ રૂપિયા ૨૭ લાખમાં એક કિલો સોનુ આપવાની લાલચ આપી અડાજણ પાટિયા હોટલ વે વેઈટમાં બોલાવાઈ હતી. જ્યાં ફરિયાદી પાસેથી આરોપીઓએ રૂપિયા ૨૭ લાખ ભરેલી રેકઝીનની બેગ મેળવી સુટકેશમાં મૂકી દીધી હતી. અને સોનુ લેબોરેટરીમાં ચેક થાય છે, તેમ આરોપઓએ જણાવતા ફરિયાદીએ રૂપિયા ભરેલી બેગ પરત માગી લીધી હતી અને અડધા કલાકમાં સોનુ લઈને આવીએ છીએ તેમ જણાવી આરોપીઓ ચાલ્યા ગયા હતા. આરોપીઓ પરત નહીં આવતા ફરિયાદીને શંકા ગઈ હતી અને તુરંત બેગ ફાડીને જાતા તેમાં કાગળની થપ્પીઓ હતી. રાંદેર પોલીસે વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY