ભટાર ખાતે વેપારીના ગળામાંથી ચેઈન તૂટી

0
10

સુરત, તા. ૩
ખટોદરા ભટાર ચાર રસ્તા અોવરબ્રિજ પાસે વેપારીના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂ. ૬૦ હજારની લૂંટ ચલાવી વાંદરા ટોપી પહેરીને આવેલા બે અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હોવાનો બનાવ ખટોદરા પોલીસ મથકે નોîધાયો હતો. પોલીસે લૂંટનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વેસુ સુકન રેસિડેન્સી ખાતે અશ્વિનીકુમાર વિવેકકુમાર ગુપ્ïતા રહે છે. ગતરાત્રે તેઓ પોતાની કાપડની દુકાન પરથી ઘર તરફ આવતા હતા ત્યારે ભટાર ચાર રસ્તા ઓવરબ્રિજ પાસે કાળા કલરની મોટર સાઈકલ પર વાંદરા ટોપી પહેરીને આવેલા બે અજાણ્યા ઈસમોએ ગળામાંથી પહેરેલી ૨૦ ગ્રામની સોનાની ચેઈનની લૂંટ ચલાવી પલકવારમાં ફરાર થઈ ગયા હતા. ખટોદરાપોલીસ મથકે લૂંટનો ગુનો દાખલ કરવામાંઆવતા પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી તપાસ શરૂ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY