અલ્પેશ કથીરિયાના જામીન રદ કરવા અંગે કોર્ટ કાર્યવાહીમાં તા. ૧૦ની મુદ્દત

0
29

રાજદ્રોહ ગુનાનો આરોપી અલ્પેશ કથીરિયાની કોર્ટમાં ઉપસ્થિતિ
સુરત, તા. ૪
રાજદ્રોહના ગુનામાં જામીન મુકત થયા બાદ કાયદો-વ્યવસ્થા ભંગ કરવા બદલ ક્રાઈમ બરાંચ દ્વારા આરોપી અલ્પેશ કથીરિયાના જામીન રદ કરવા માટેની એક પરચૂરણ અરજી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેની આજે હાથ ધરવામાં આવેલી સુનાવણી દરમિયાન અલ્પેશ કથીરિયા કોર્ટ સમક્ષ હાજર રહ્ના હોવાનું બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહવાળાએ જણાવ્યું હતું અને આ કેસમાં વધુ સુનાવણી અર્થે અદાલતે તા. ૧૦મી જાન્યુઆરીની નવી મુદ્દત નિધારિત કરી હતી.
આ કેસની વિગતો એવી છે કે, અમરોલી પોલીસ મથકમાં પૂર્વ ડીસીપી મકરંદ ચૌહાણે હાર્દિક પટેલï, ચિરાગ દેસાઈ તથા વિપુલ દેસાઈ સામે રાજદ્રોહની ફરિયાદ આપી હતી. જેની તપાસ ડીસીબીના પૂર્વ પીઆઈ જે.એચ. દહીયા કરતા હતા. પોલીસે તમામ આરોપીઓની તબક્કાવાર ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યા હતા. ત્યારબાદ પોલીસે અલ્પેશ કથીરિયાની સાબરમિત સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કર્યો હતા. લાજપોર જેલમાં બંધ અલ્પેશને અદાલતે જામીન મુકત કર્યા બાદ તેણે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ બગાડી હતી અને એસીપી પરમારને પણ બેફામ ગાળો ભાંગડી હતી. ડીસીબી દ્વારા તેના જામીન રદ કરવાની એક પરચૂરણઅરજી કરી હતી. જેની સામે સોમવારના રોજ અદાલતે નોટી કાઢી ૪થી જાન્યુઆરીના રોજ અલ્પેશને કોર્ટ સમક્ષ હાજર થવાનો હુકમ કર્યો હતો. ડીસીબી દ્વારા અલ્પેશને નોટિસની બજવણી પણ કરવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY