પુણાના વેપારી પાસેથી માલ ખરીદી રૂ. ૨.૬૪ લાખની ઠગાઈ

0
6

દિલ્હીથી મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
સુરત, તા. ૧૦
માલ મંગાવી થોડા રૂપિયા આપ્યા બાદ બાકીના રૂપિયા પેમેન્ટ માટે માલ મંગાવી બાકી રૂપિયા રૂ. ૨.૬૪ લાખનું પેમેન્ટ નહીં કરી ઠગાઈ કરનાર દિલ્હીની મહિલા સહિત ત્રણ વ્યકિત સામે સાડી વેપારીએ પૂણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પૂણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પૂણા ગામ ભૈયાનગર મહાવીર એપાર્ટમેન્ટમાં રહેતા કનૈયાભાઈ રામગોપાળ સહાનીએ આરોપી અમૃતસિંહ રાઠોડ, આરતી શર્મા (અર્જિત રીટેલ પ્રા.લિ., દિલ્હી) રાહી જૈન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીનો આરોપીઓ સાથે ઓનલાઈન પરિચય થયાં બાદ સુરતની વેપારી પાસે આરોપીઓએ સાડીની ખરીદી શરૂ કરી હતી. આ સાડી ખરીદીમાં આગળના પેમેન્ટમાં થોડું પેમેન્ટ કર્યા બાદ બાકીનું પેમેન્ટ વધુ માલ મોકલાવ્યા બાદ આપવાનો ભરોસો કેળવી પરિવાર આ રીતે કર્યા બાદ આરોપીઓએ છેલ્લે રૂ. ૨,૬૪,૫૦૬નું પેમેન્ટ પહીં કરી સાડીના વેપારી કનૈયાભાઈ રામગોપાળ સહાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY