પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ દ્વારા સુરતમાં પતંગ મહોત્સવ

0
9

ફાયનાન્સ કંપનીના ગ્રાહકો અને કર્મચારીઓએ પતંગ ઉડાવ્યા
સુરત, તા.૧૦

અગ્રણી ધિરાણકર્તા પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા આજરોજ તારીખઃ ૯ મી જાન્યુઆરી ૨૦૧૯ના રોજ તેના કર્મચારીઓ, કસ્ટમર્સ અને અન્ય સહભાગીઓ માટે પતંગ મહોત્સવનું આયોજન કર્યું હતું. આ પતંગ મહોત્સવનું આયોજન એસ.એમ.સી. પાર્ટી પ્લોટ, ગેલેક્સી સર્કલ, ગ્રીન સિટી રોડ, પાલ, સુરત ખાતે કરાયું હતું. ઉતરાયણ એ આનંદ, ઉલ્લાસ અને મોજ માણવાનો પર્વ છે.
ઉતરાયણના આ પર્વનો આનંદ બેવડાવા માટે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ પણ પોતાના કસ્ટમર્સ માટે પતંગ મહોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કંપનીના કર્મચારીઓ, કસ્ટમર્સે ભાગ લીધો હતો અને પતંગના પેચ લડાવીને નિર્દોષ આનંદ માણવાનો લાહ્વો લીધો હતો. સમગ્ર વિશ્વમાં ગુજરાતમાં ઉત્તરાયણનો પતંગ મહોત્સવ બહુ જ પ્રસિદ્ધ છે અને કારણ કે આ પર્વમાં નાના-મોટા સૌ પતંગ ચગાવવાનો આનંદ માણે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY