કંબોઇ-કાવી ખાતે મહાશિવરાત્રીની ઉજવણી માટે ચાલી રહેલી તડામાર તૈયારીઓ

0
593

જંબુસર:

જંબુસર તાલુકાના કંબોઇ (કાવી) ખાતે મહિસાગર નદી જ્યાં દરિયાને મળે છે. ત્યાં વેદકાળનું પ્રાચીન શિવલીંગ આવેલું છે. કળિયુગમાં આ તીર્થનું મહત્વ ઘણું જ મનાય છે.
ગૃપ્તતીર્થ સ્તંભેશ્વર ખાતે મહાવદ ૧૩ ના દિવસે શિવરાત્રી પર્વની ઉજવણી સમયે લાખ્ખો દર્શનાથીઓ ઉમડી પડે છે. અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડનાર હોય સ્તંભેશ્વર ખાતે મહાશિવરાત્રીની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
અહીં પ્રસ્થાપિત શિવલીંગ ઓટના સમયને બાદ કરતાં મોટાભાગના સમય સુધી પાણીમાં અદ્રશ્ય રહે છે. અહીં પાણીમાં અદ્રશ્ય થતાં તથા ઓટના સમયે શિવલીંગના અદ્‌ભુત દર્શનનો લ્હાવો અનેરો છે. સ્કંધ પુરાણમાં થયેલા ઉલ્લેખ મુજબ કંબોઇ ખાતે મહિસાગર સંગમ તીર્થ છે. જ્યાં મુની કશ્યપના પૌત્ર તારકાસુરે સાત દિવસના બાળક સિવાય કોઇના હાથે મોત ન થાય તેવું વરદાન બ્રહ્માજી પાસેથી મેળવ્યું હતું. આ વરદાનના કારણે દેવોમાં ભય અને ફફડાટની લાગણી ફેલાઇ હતી. આ વરદારના મદમાં તારકાસુર ત્રણે લોકમાં આતંક ફેલાવવા લાગ્યો હતો. આથી તારકાસુરના ત્રાસથી મુક્ત અપાવવા શિવપુત્ર કાર્તિકેયે જન્મના સાતમાં દિવસે દેવોના સેનાપતિ તરીકે યુદ્ધ આદરી તારકાસુરનો વધ કર્યો હતો. પોતાના વિજયની સાક્ષી સ્વરૂપે સ્વામી કાર્તિકેયે વિજયસ્તંભ તરીકે ત્રણ શિવલીંગની સ્થાપના કરી હતી. જે પૈકીનું એક શિવલીંગ સ્તંભેશ્વર તરીકે કંબોઇ (કાવી) ખાતે પ્રચલીત છે. અને હજું બે શિવલીંગ મોટાભાગે પાણીમાં અદ્રશ્ય રહેતું હોવાનું મનાય છે.
પ્રાચીન સમયમાં આ પરમ દિવ્ય શિવલીંગના દર્શન માટે હજારો વર્ષ સુધી તપશ્ચયા કરતાં જેમને આ શિવલીંગ ના દર્શન થતા તે પોતાની જાતને ધન્ય માનતા હતા. જ્યારે કળિયુગનો પ્રારંભ થવાનો હતો તે સમયે મુનિશ્રેષ્ઠ નારદજી દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરી હતી કે હે પ્રભુ હવે કળિયુગની તૈયારી થઇ રહી છે. અને જા કળિયુગમાં હજારો વર્ષો સુધી શિવલીંગ અદ્રશ્ય રહેશે તો શિવજીનો મહિમાં ભુલાઇ જશે ઉપરાંત કળિયુગમાં માનવીમાં હજારો વર્ષ સુધી તપશ્ચયા કરવાની ધીરજ હશે નહી. મુનીશ્રેષ્ઠની આ વિનંતી સાંભળી સ્વયં દેવાધિદેવ મહાદેવે નારદજીને વરદાન આપ્યું કે, કળિયુગમાં શિવલીંગ સમુદ્રમાંથી બહાર આવીને ભક્તોને દર્શન આપશે. આમ આજે પણ મહાદેવના વરદાન મુજબ ઓટના સમયે શિવલીંગના દર્શન કરી શકાય છે. આ તીર્થના સ્વામી પૂજ્ય વિદ્યાનંદજી મહારાજે સ્કંધ પૂરાણ નો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે, આ તીર્થમાં સ્નાન માત્રથી ગ્રહોની દશા શાંત થાય છે. આ તીર્થ ખાતે કોઇપણ દિવસે ખાસ કરીને શનિવાર અને સોમવારે કરેલા તપ, જપ, દાન અને સ્નાન અતિયુણ્યશાળી હોય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY