રેડક્રોસના સેવા કાર્યન પ્રસંશા કરતા રાજ્યપાલ
સુરત, તા. ૧૧
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજ્યશાખાની વાર્ષિક સામાન્યસભામાં રાજ્યપાલ અને રેડક્રોસ રાજ્યશાખાના પ્રમુખ ઓ.પી. કોહલીએ રેડક્રોસ ભવન અમદાવાદમાં રાજ્યની રેડક્રોસ શાખાના પ્રતિનિધિઓને સંબોધતા તથા વર્ષ ૨૦૧૭-૧૮ની ઉત્તમ કામગીરીના એવોર્ડ એનાયત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય રેડક્રોસની કામગીરી સમગ્ર ભારતમાં શાનદાર છે. કિર્તીમાન આંકો ર કર્યા છે. કેટલાક રાજ્યો માટેમોડેઢલ સમાન આપણી રાજ્ય શાખા છે. થેસેમિયા, સિકલસેલ, રક્તદાન, નર્સિંગ, અભ્યાસક્રમ, વરિષ્ઠ નાગરિકોનું વાત્સલ્યધામ અને હોમકેર એટેડન્ટ અભ્યાસક્રમ એ એના સોપાનો છે. આ બધું સમર્પિણ કાર્યકરો સંવેદના સભર થઈને કામ કરે છે અને તેને આભારી છે. બીજાનું સુખ વધારવું એ ધર્મકાર્યમાં ગુજરાત આગળ છે. ડોક્ટરો પણ તજજ્ઞતા સાથે સંવેદના સભર બનવું જરૂરી છે. સામાન્ય સભાને તમે સોહાર્દભર્યા માહોલમાં સંપન્ન કરો છો. ગરમાગરમી ચડસાચડસી નથી પણ ઉદારતાથી વર્તતા છો એ માટે મારા અભિનંદન છે.
પ્રારંભમાં ચેરમેન ડો. ભાવેશ આચાર્યએ સ્વાગત કરી વર્ષભરની પ્રવૃત્તિઓ વર્ણાવી હતી. કોલેજમાં થેલેસેમિયા પરીક્ષણ માટે રાજ્યની યુનિવર્સિટી તરફથી મળેલા સહકારને બિરદાવ્યો હતો. માનનીય રાજ્યપાલના હસ્તે રેડક્રોસ નવસારીના પદાધિકારીઓ ડો. અતુલ વ. દેસાઈ, કેરસી દેબુ, પ્રા. જશુભાઈ નાયક તથા કે.ડી. દેસાઈએ આ એવોર્ડ સ્વીકાર્યા હતા. રાજ્યમાં ૨૪ ડિસ્ટ્રિક્ટ બ્રાંચો કાર્યરત છે. એમાં (૧) રક્તદાન પ્રવૃત્તિમાં પ્રથમ ક્રમે (૨) જૂનિયર) (૩) યુથ રેડક્રોસમાં બીજા ક્રમે (૪) વર્ષ દરમિયાન રક્તદાન પ્રવૃત્તિ પસાર તથા મતદાન જાગૃતિ અભિયાનના પરિણામ લક્ષ્મી અભિયાનો માટે બીજા ક્રમે (૫) ગરીબ દર્દીઓ માટે રક્તગ્રહિતા તિથિદાન યોજના માટે પ્રથમ ક્રમે રેડક્રોસ નવસારીને પોખવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



