સુરત જિલ્લા પંચાયત દ્વારા નિર્મિત ૮૭૭ આવાસો ફાળવવા કોમ્પ્યૂટર ડ્રો યોજાયો

0
11

ગરીબ-મધ્યમ વર્ગના લોકોને સારા-સસ્તા ઘર મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ
સુરત, તા. ૧૧

સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોને પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ કુંભારીયા અને પાલી ગામ ખાતે ૮૭૭ આવાસોનો કોમ્યુરાઈઝડ ડ્રો જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતિ પ્રીતિબેન પટેલ તથા ધારાસભ્યશ્રીમતિ ઝંખનાબેન પટેલના હસ્તે સંપન્ન થયો હતો.
લિંબાયત કોમ્યુનિટી હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં સુડા દ્વારા કુંભારીયામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ઈ.બ્લ્યું.એસ.ના ૨૪૦ તથા એલ.આઈ.જીના ૨૨૧ આવાસો, મુખ્યમંત્રી ગૃહ યોજનાના કુંભારીયા ખાતે એલ.આઈ.જીના ૨૮૮ અને પાલી ગામે ઈ.બ્લ્યું.એસ.ના ૧૨૮ આવાસોનો ડ્રો યોજાયો હતો. જેમાં ૧૯૧૯ અરજીઓ પૈકી ૮૭૭ આવાસો માટે ડ્રો દ્વારા લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા જુદી જુદી યોજના અંતર્ગત આવાસો એનાયત કરવામાં આવે છે. પ્રધાનમંત્રીશ્રીના ૨૦૨૨ સુધીમાં કોઈ પણ પરિવાર ઘરના ઘર વિના રહી ન જાય તેવા સંકલ્પને સાકાર કરવા માટે સુડાએ કુંભારીયા, પાલી, ગોથાણ અને સચીન ખાતે ગરીબ પરિવારો માટે હજારો મકાનો તૈયાર કરીને એનાયત કર્યા છે. ગરીબ પરિવારો માટે તો આજે દિવાળી જેવો માહોલ છે. આવાસો માટે પસંદગી થયેલા દરેક પરિવાર સુખ અને શાંતિથી માતા-પિતા સાથે રહે તેવી અભિલાષા પ્રમુખશ્રીએ વ્યકત કરી હતી.
આ વેળાએ ધારાસભ્યશ્રી ઝંખનાબેન પટેલે જણાવ્યું હતું કે, દરેક પરિવારના મોભીનું એક સ્વપ્ન હોય છે કે પોતાનું ઘરનું ઘર હોય. મોધવારીના સમયમાં શહેરોમાં ગરીબ પરિવારોને ઘરનું ઘર લેવા માટે જીંદગી ખર્ચાઈ જતી હોય છે ત્યારે પણ ઘર નસીબ થતું નથી તેવા સમયે કેન્દ્ર અને રાજય સરકાર સાથે મળીને રાહત દરે મકાનો આપીને તેમના સ્વપ્નાઓ પૂર્ણ કરી રહી છે. હળપતિ સમાજના ગરીબ પરિવારોને પાકુ છત વાળું મકાન મળે તે માટે જુદી જુદી સ્કીમો દ્વારા તેઓને પણ આવાસો એનાયત કરી રહ્યા હોવાની વિગતો તેમણે આપી હતી.
આ પ્રસંગે ચાર સ્કીમો અંતર્ગત પ્રથમ ૨૦-૨૦ લાભાર્થીઓ કે જેઓ આવાસની પૂર્ણ રકમ ભરે તેઓને ગ્લેમરસ ડાયમંડ ગૃપના કંપનીના ચેરમેનશ્રી ભુપેન્દ્રસિંહે કબાટ અને બેડ વિના મૂલ્યે આપવાની જાહેરાત કરી હતી. આમ ગરીબ પરિવારોને વહારે ઉદ્યોગપતિએ દાનની સરવાણી વહાવી હતી.
આ વેળાએ સુડાના સી.ઈ.ઓ.શ્રી અરોરા તથા સુડાના નાયબ કલેકટરશ્રી રાજેશભાઈ બોરડે કેન્દ્ર અને રાજય સરકાર જુદી જુદી યોજનાઓ અંતર્ગત આપવામાં આવતા આવાસોની વિગતો આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY