પરીક્ષાની તૈયારી અંગે રાજેશ ધામેલિયાનું માર્ગદર્શન
સુરત, તા. ૧૧
આદર્શ નિવાસી કન્યાશાળા- સાગબારા “પરીક્ષાઃએક ઉત્સવ” અને “ ભાષા સજ્જતા” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થિની વસાવા ઇલાવતીબહેને મધુર કંઠે પ્રાર્થના રજૂ કરી હતી. શાળાની અન્ય વિદ્યાર્થિનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. શાળાના આચાર્ય શ્રી ડો.મનોજભાઈ સોંદરવાએ ટ્રેનર શ્રી રાજેશભાઈ ધામેલિયાનું પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં ટ્રેનર શ્રી રાજેશભાઈ ધામેલિયાએ જણાવ્યું હતું કે, “શિક્ષણ દ્વારા વિદ્યાર્થીમાં વિચાર શક્તિ ખીલે, આત્મવિશ્વાસ વધે તે ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓએ પરીક્ષાથી ડરવાની જરૂર નથી, કારણ શાળાકીય કે બોર્ડની પરીક્ષા અંતિમ નથી. પરંતુ સમગ્ર જીવન જ એક પરીક્ષા છે. પરિણામની ચિંતા છોડીને આયોજનપૂર્વક આનંદથી પરીક્ષાની તૈયારી કરવાથી પરીક્ષા એક ઉત્સવ બની શકે. શાળાની કે બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા પછી પણ જીવનમાં ઊંચી સિદ્ધિઓ હાંસલ કરનાર અનેક વ્યક્તિઓ આપણા માટે પ્રેરણારૂપ છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે.અબ્દુલ કલામનો જીવન પ્રસંગ કહીને ડર છોડીને અભ્યાસમાં એકાગ્રતાથી મહેનત કરવા જણાવ્યું હતું. “ભાષા સજ્જતા” સેમિનરમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, “ ભાષાનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાથી ખૂબ સહેલાઈથી નવું શીખી શકીએ છીએ. વિદ્યાર્થિનીઓએ પોતાના પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, “ આજે અમને નાની વાર્તાઓ અને ઉદાહરણો સાથે ઘણું નવું શીખવામળ્યું છે. અમે પરીક્ષાનું માઇક્રો પ્લાનિંગ ખૂબ સારી ટકાવારી જરૂર પ્રાપ્ત કરીશું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શિક્ષક શ્રી શૈલેશભાઈ ભામ્ભીએ કર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




