ભરૂચ એ ડીવીઝન પોલીસે નરસીપુરા વિસ્તારના મકાનમાંથી કુટણખાનું ઝડપી પાડ્યું.

0
32

ભરૂચ એ ડિવીઝન પોલીસે નનામી અરજી ના આધારે કુટણખાના ઉપર રેડ કરતા ત્રણ લલનાઓ સહિત બે ગ્રાહકો સહિત મકાનમાલિકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના સ્ટેશન વિસ્તારમાં આવેલ નરસીપુરાના એક મકાનમાં કૂટણખાનું ચાલતું હોવાની નનામી અરજી ભરૂચ એ ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા મકાનમાં રહેતી લતાબેન વસાવા છેલ્લા ત્રણ મહિનાથી કૂટણખાનું ચલાવતી હોવાનું બહાર આવ્યું હતું. જોકે ઘટનાસ્થળેથી દહેજ વિસ્તારના હિતેશ પ્રભુભાઈ સોની તથા બળદેવ શિવરામ જોષી સાથે કઢંગી હાલતમાં લલનાઓ ઝડપાઈ જવા પામી હતી.

પોલીસે બે ગ્રાહકો સહિત ત્રણ લલનાઓની ધરપકડ કરી હતી જોકે ત્રણ લલનાઓ પૈકી બે પરણિત મહિલાઓ હોવાનું બહાર આવ્યું છે જોકે પોલીસે ઘટનાસ્થળેથી 1 ફોરવીલ ગાડી કિંમત રૂપિયા 25000, 3 નંગ મોબાઇલ તથા લલનાઓને ચૂકવવાના રૂપિયા 3000 મળી અંદાજિત ૩૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

જોકે ભરૂચમાં મકાનમાં ચાલતા કૂટણખાના સામે પોલીસે કાર્યવાહી શરૂ કરતાં ભરૂચના ગેસ્ટહાઉસોમાં પણ ચાલતા કુટણખાના સામે લાલ આંખ કરે તેવી માંગ ઉઠી રહી છે.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY