આગામી તા.૧૭’મીએ સુરતમાં આહીર સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાશે

0
21

લગ્ન સમારંભમાં ૨૯૪ યુગલો પ્રભુતામાં ડગલા માંડશે
સુરત, તા.૧૨
આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા ૨૬માં સમૂહ લગ્ન સમારોહનું આયોજન પરવત ગોડાદરા સુરત ખાતે થઈ રહ્નાં છે. આ સમૂહ લગ્નમાં ૨૯૪ નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે. આ સમૂહ લગ્નમાં આશીર્વાદ આપવા પરમ પૂજ્ય મોરારી બાપુ, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, મંત્રી વાસણભાઈ આહિર, સાંસદ પુનમબેન માડમ, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, જવાહરભાઈ ચાવડા, ભગવાનભાઈ બારડ, અમરીશભાઈ ડેર તેમજ ગુજરાત આહિર સમાજ શ્રેષ્ઠીઓ સાથે આહિર સમાજ સુરતના નટુભાઈ ભાટુ, પુનમભાઈ ઝીંઝાળા, વરજાંગભાઈ જીલરીયા, રઘુભાઈ હુંબલ, હરિભાઈ નકુમ, મનુભાઈ મકવાણા, વેલજીભાઈ નકુમ, મોહનભાઈ પરડવા, ભીમજીભાઈ કવાડ, મેરામણભાઈ ઘીવાળા, ડાયાભાઈ સેલવાસ, મનુભાઈ વાપી, દેવાતભાઈ બલદાણીયા તેમજ બાબુભાઈ રામ, મગનભાઈ ઝીંઝાળા સહિતના આગેવાનો આ શુભ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે.
સમૂહ લગ્ïનના માધ્યમ દ્વારા સમાજમાં રહેલી કુરિવાજા નાબુદ કરી સમાજને નવી દિશા આપવા જઈ રહ્ના છીએ. કરિયાવર પાથરવાની પ્રથા બંધ કરવી, ઘરે ૧૫૦ માણસોથી વધારે જમણવાર ન કરવું તેમજ ઘરે કંકોત્રી છપાવવી નહીં આવા ખોટા ખર્ચ બંધ કરી સમૂહ લગન્માં જાડાયેલ પરિવાર પોતાના સંતાનોના શિક્ષણ પાછળ ખર્ચ કરવા સમાજ દ્વારા જાગૃતિ લાવવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવેલ છે. તેમજ લગ્ïનમાં વરઘોડા કાઢવા નહીં, ફટાકડા ફોડવા નહીં, જે માટે પણ સમાજ દ્વારા હાકલ કરવામાં આવે છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY