કાચની બોટલ તોડી ગળામાં અને બન્ને હાથમાં જાતે જ મારી દીધી
સુરત, તા. ૧૨
ટ્રકના ક્લીનરે ગુજરાતમાં દારૂ નહીં મળતા બેચેનીમાં કાચની બોટલ તોડી બન્ને હાથ તથા ગળાના ભાગે જાતે ઈજા પહોંચાડી હતી.
કામરેજ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રના વર્ધા પારડી ગામનો રહીશ પંકજ દાદારાઉ ટીપલે દારૂ પીવાનો બંધાણી છે. આ પંકજ ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરે છે. મોટા ભાગે ગુજરાતમાં કામ કરવાનું આવતું હોય, દારૂ નહીં મળતા પંકજે બેચેનીમાં કાચની બાટલી તોડી બન્ને હાથ અને ગળાના ભાગે ઈજા પહોંચાડી હતી. આ બનાવ અમદાવાદ-મુંબઈ હાઈવે અંબોલી ગામ રૂકમા બન્યો હતો. ઈજાગ્રસ્ત પંકજને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવ અંગે ટ્રક ચાલક કેશવ ઉકંડરાવ દરડેએ ફરિયાદ નોંધાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



