આધેડ સુનિલ મોરેને પેટમાં ચપ્પુના ઘા ઝીંકી દેવાયા
સુરત, તા. ૧૨
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં મજૂરની હત્યા થઈ હતી. આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે.
ઓલપાડ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સાયણ આદર્શનગર-૩, ખાતે રહેતા મહારાષ્ટ્રના વતની અને છૂટક મજૂરીનું કામ કરતા સુનીલભાઈ પીતાંબર મોરે (ઉ.વ. ૪૩)ને કોઈ અજાણ્યા વ્યકિતએ પતરાના ચપ્પુથી પેટના ભાગે ઘા મારી હત્યા કરી હતી. આ બનાવ સાયણ સુગર રોડ શિવાજી નગર પાછળ બન્યો હતો. આ બનાવ સંદર્ભે મિલિન્દ પિતાંબર મોરેએ ઓલપાડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઓલપાડ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



