વેડરોડ શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળમાં ૮૫’મી સમન્વય રાજ્ય ગોષ્ઠી યોજાઈ

0
6

‘મૂલ્ય શિક્ષણના પ્રેરક પ્રસંગો’ વિષયનું વિમોચન
સુરત, તા.૧૬

શિક્ષણ સંવર્ધન અભિયાન “ સમન્વય”–ગુજરાત દ્વારા ગુજરાતભરમાં ગોષ્ઠીનું નિયમિત રીતે આયોજન કરવામાં આવે છે, તેમાં શિક્ષકો, આચાર્યશ્રીઓ, શાળા સંચાલકશ્રીઓ વગેરે સહભાગી થતા હોય છે. શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ વેડરોડ ખાતે આયોજિત ૮૫મી સમન્વય ગોષ્ઠીમાં રાષ્ટ્રપિતા ગાંધી બાપુની “ સાર્ધ શતાબ્દી” વર્ષને કેંદ્રમાં રાખીને વિવિધ વિષયોની પસંદગી કરવામાં આવી હતી.
કાર્યક્રમનો પ્રારંભ સમન્વય ગીતથી કરવામાં આવ્યો. શ્રીસ્વામિનારાયણ ગુરુકુળના આચાર્યશ્રી અરવિંદભાઈ ઠેસિયાએ કર્યું હતું તેમજ સમન્વય અંગે માહિતી મુખ્ય સંયોજક શ્રી પ્રતાપભાઈ ત્રિવેદીએ આપી હતી. આ ગોષ્ઠીમાં સમાજ શ્રેષ્ઠી શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, શ્રી વલ્લભભાઈ, સવાણી,પૂર્વ શિક્ષણમંત્રીશ્રી નાનુભાઈ વાનાણી, સુરત જિલ્લા શિક્ષણાધિકારીશ્રી રાજ્યગુરુ સાહેબ, શ્રી પરિમલભાઈ દેસાઈ વગેરે ઉદ્ઘાટન બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પ્રસંગોચિત વક્તવ્ય રજૂ કર્યા હતા. સમન્વય મિત્રોએ વિવિધ પુસ્તકોની સમીક્ષા કરી હતી.શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓ તેમજ ભાવનગર ગ્રૂપ,પી.પી.સવાણી ગ્રૂપ અને રાજેશ-હેતલ ધામેલિયાએ ગાંધીજીના જીવન પ્રસંગો આધારિત નાટિકાઓ રજૂ કરી હતી. ડો.સંજય કોરિયા લિખિત “ મૂલ્ય શિક્ષણના પ્રેરક પ્રસંગો” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના પુરાણી શ્રી અક્ષરપ્રિયદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
ડા.મુકુલભાઈ ચોકસી, ડા.શરીફાબહેન વીજળીવાળા, ડો. મીનળબહેન દવે, ડો. મૂળજીભાઈ ભલાણી વગેરેએ તેમજ ડા.કુલદીપ ઠક્કર, શિલ્પાબહેન પટેલ, શ્રી રત્નાકર નાંગર, શ્રી પ્રતાપભાઈ ત્રિવેદી વગેરેએ ગાંધીજીના જીવન આધારિત પુસ્તકો : “દાંડીકૂચ, હિંદ સ્વરાજ, દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો ઇતિહાસ, ગાંધીજીનું પહેલું જીવન ચરિત્ર, ગાંધી ફિલ્મો,ગુજરાતમાં ગાંધી કથા” વગેરે સુંદર રજૂઆત કરી હતી. શ્રી અલ્પેશભાઈ પટેલે “ ગાંધી ક્વિઝ” દ્વારા ગમ્મત સાથે જ્ઞાન પીરસ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY