પ.પૂ. મહંતસ્વામી મહારાજના દર્શન કરવા સુરતીલાલાઅો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
સુરત, તા.૧૬
ભગવાન સ્વામિનારાયણ તથા બ્રહ્મસ્વરૂપ મુખસ્વામી મહારાજના કાર્યને વેગવતુ રાખનાર માનવમાત્રના ઉત્કર્ષનુ જીવનધ્યેય લઈને સતત વિચરણ કરનાર ગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વમી મહારાજનુ સોમવાર તા.૧૪-૦૧-૨૦૧૯ને સુરતમાં અડાજણ સ્થિત બી.એ.પી.એસ સ્વામિનારાયણ મદિરમા ખુબજ ભવ્યતાથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
સોમવાર તા.૧૪-૦૧-૨૦૧૯ના સવારે ૧૧.૧૫ કલાકે સ્વમીશ્રીનુ મદિરમાં આગમન થયુ ત્યારે મદિરનાં પ્રાંગણમાં પ્રાણપ્યારા ગુરૂહરિનુ સ્વાગત કરવા સેકડો હરિભક્તો-ભાવિકો ઉમટી પડ્યા હતા. મદિરે ઠાકોરજીનાં દર્શન કરી સ્વામીશ્રીએ આરતી ઉતારી હતી. ત્યારબાદ સાજે ૫ કલાકે આયોજીત સ્વાગત સભામાં બાળકો-યુવાનોએ નૃત્ય દ્વારા ગુરુહરિનુ પરપરાગત રીતે ભવ્ય સ્વાગત કર્યુ હતુ. તેઓ ૪૦,૦૦૦થી વધુ ભાવિક ભક્તોનુ અભિવાદન ઝીલતા-ઝીલતા મચ પર બિરાજમાન થયા હતા. સ્વામીશ્રીએ હજારો મુમુક્ષુઓના હ્દયરૂપી પતગને પોતાના હાથે તાતણારુપી દોરીથી બાધીને જીવન-સચાર કરી રહ્યા છે. એની તીતિ કરાવતા સ્વામીશ્રીએ વિશાળ પતગની દોરી હાથમાં ઝાલી હતી. આ સગે સદગુરૂ સત પૂ. વિવેકસાગર સ્વામીએ ઉત્તરાયણ પર્વનુ મહાત્મ્ય અને સર્મપણની ગાથા ગાઈ હતી. સવિશેષ પ.પૂ.મહંતસ્વામી મહારાજે હરિભક્તો પર કૃપાઆશિષ વરસાવતા રૂડા આર્શિવચનો આપ્યા હતા. ગઈકાલે સવારે પણ સ્વામીશ્રીની પ્રાતઃપુજામાં હજારો મુમુક્ષોએ દર્શન કરી ઘન્યતા અનુભવી હતી. સતો-યુવકોના સુમધુર કંઠે ભજન-કીર્તનોનુ ગાન થતા વાતાવરણ દિવ્ય થયુ હતુ. નાના-નાના બાળકોએ વચનામૃતનો મુખપાઠ રજુ કરી સ્વામીશ્રીને રાજી કર્યા હતા. વહેલી ભાતની ઠંડકમાં પણ પ.પૂ સ્વામીશ્રીનાં દર્શન કરી દિવ્યતાની સુવાસ સૌ હરિભક્તો અનુભવી રહ્યા હતા. બી.એ.પી.એસ સ્વામિનારાયણ સસ્થાનુ સમાજમાં આગવુ દાન એટલે સસ્કૃતિનાં સવર્ધક સમા મદિરો. પ.પૂ. મહંતસ્વામી મહારાજે પૂજા બાદ દક્ષિણ ગુજરાતમાં (ત્તીથલ, સાકરી, ઉકાઈ અને નવસારી) નિર્માણ પામેલ ૨૪ નૂતન મદિરોની મૂર્તિઓની પ્રાણ-પ્રતિષ્ઠા વિધી કરી હતી. સૌ ભક્તો મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધી ના સાક્ષી બનીને ધન્ય યા હતા. તારીખ ૨૯-૦૧-૨૦૧૯ સુધી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહતસ્વમી મહારાજ સુરતમાં રોકાયને સુરતની ભાવીક જનતાને દર્શન-આર્શીવાદનો લાભ આપવાના છે. દર્રોજ વહેલી સવારે ૫.૧૫ થી ૭.૧૫ કલાક સુધી સ્વામીશ્રીની ભગવાન પ્રત્યેની પરાભકિતનુ દર્શન કરાવતી એમની પ્રાતઃપુજાના દર્શનનો અદ્ભુત લાભ મળનાર છે. જેનો લાભ લેવાં સુરત શહેરગ્રામ્યના મુમુક્ષુઓને હાર્દિક નિમત્રણ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




