તા.૧૮ જાન્યુઆરી : બ્રહ્મા બાબા સ્મૃતિ દિવસ

0
166

પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્માનું અનોખું જીવન
સુરત, તા.૧૭
પિતાશ્રી બ્રહ્મા બાબા ૧૮ જાન્યુઆરી ૧૯૬૯ની રાત્રિએ વ્યક્ત દેહ છોડીને અવ્યક્ત લોકના વાસી બન્યા હતા. પિતાશ્રીએ અનેક મનુષ્ય આત્માઓને ઈશ્વરીય જ્ઞાન અને દિવ્યગુણોનો અણમોલ ખજાનો આપ્યો. કોઈ વ્યક્તિમાં ગમે તેટલા મોટા અવગુણ હોય પિતાશ્રી એને ઈશ્વરીય પ્રેમનું સિંચન કરીને એ અવગુણોને દૂર કરવાની બધી કોશિશ કરતા હતા.
પિતાશ્રી ૧૯૩૬-૩૭માં પ્રભુની લગનમાં મગન્ થઈ ગયા તો એમને પરમપિતા પરમાત્મા શિવના વિષ્ણુ ચતુર્ભુજના અને સૃષ્ટિના મહાવિનાશના સાક્ષાત્કાર થયા હતા. પ્રભુ પ્રેરણાથી એમણે પોતાનું સમગ્ર જીવન અને તમામ સંપત્તિ ઈશ્વરીય જ્ઞાન દ્વારા આત્માઓના કલ્યાણ માટે આપી દીધી. વિશેષ માતાઓ-કન્યાઓને જ્ઞાનશક્તિ, યોગશક્તિ પવિત્રતાની શક્તિથી સંપન્ïન કરીને શક્તિરૂપા બનાવવામાં અને ભારતને પાવન બનાવવા માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દીધું. તેઓ ઉદારચિત અને સહનસીલ હતા. પોતાના તન, મન, ધન આ અલૌકિક સેવામાં સમર્પિત કર્યા. પિતાશ્રી સ્વયં પરમપિતા પરમાત્મા શિવના સાકાર માધ્યમ છે. અને તેઓ કેટલા ઉચ્ચ કાર્ય માટે નિમિત્ત છે. જેનું સુખ શાંતિ રૂપી કુળ સમગ્ર સંસારને મળશે અને જેનાથી ૨૧ પેઢીઓ પાવન થશે.
પિતાશ્રી નેવું વર્ષ કરતા પણ વધુ ઉંમરના હોવા છતાં જિજ્ઞાસુભાઈ બહેનોને પોતાના હાથે પત્ર લખતા અને સ્નેહ અને જ્ઞાનથી ઉત્સાહ પ્રેરણાઓ ભરતા હતા. આત્માઓના કલ્યાણ અર્થ, સર્વ આત્માઓને મુક્તિ, જીવન મુક્તિના દાતા, પતિત પાવન પરમાત્મા શિવનો સંદેશ જન જનના મન સુધી પહોîચાડવા હંમેશા જાગૃત રહેતા હતા.
સામાન્ય માનવીમાંથી મહામાનવી બનનાર લેખ રાજજીનો જન્મ ઈ.સ.૧૮૬૬માં સિંઘ હૈદરાબાદમાં કૃપલાની કુળમાં એક વલ્લભાચારી ભક્તને ત્યાં થયો હતો. જ્યારે નિરાકાર પરમાત્મા શિવે એમના તનનો આધાર લઈ દિવ્ય પરકાયા પ્રવેશ કર્યો, ત્યારે તેઓ પ્રજાપિતા બ્રહ્માના નામથી ઓળખાયા. પરમાત્માની આજ્ઞા અનુસાર ઈશ્વરીય જ્ઞાન અને સહજ રાજયોગનો અભ્યાસ એમને સમાજના હજારો ભાઈ બહેનોને કરાવ્યો. જે થકી આત્મિક જ્ઞાન અને યોગના અભ્યાસથી હજારો આત્માઓએ સુખ, શાંતિ, આનંદ પ્રેમ અને પવિત્રતાના ગુણો અને પરમાત્મ શક્તિઓનો સંચાર અનુભવવા લાગ્યા.
એમના મુખમાંથી હંમેશા નીકળતું ‘મીઠે બચ્ચે’નું સંબોધન જાદુઈ અસર કરતું હતું. જીવનમાં પાછલા વર્ષોમાં તેઓ સતત યોગયુક્ત અને ઉપરામ અવસ્થામાં રહેતા. એમની અંતિમ વાણીના ઉલ્લેખનીય શબદો હતા, નિરાકારી નિર્વિકારી અને નિર અહંકારી બનો તેઅો ૧૮ જાન્યુઆરી ૧૯૬૯ના રોજ અવ્યક્ત બન્યા. ભારત સહિત વિશ્વના ૧૪૦ થી વધુ દેશોના ૪૫૦૦ થી વધુ સેવા કેન્દ્રોમાં ૧૮ જાન્યુઆરીના દિનને સ્મૃતિ દિવસ નિમિત્તે બ્રહ્માકુમારી ભાઈ બહેનો મુખ્યાલય માઉન્ટ આબુ સહિત સર્વ સેવા કેન્દ્રો સ્મૃતિ દિવસને અલૌકિક રીતે ધ્યાન, યોગ, સત્સંગ દ્વારા પ્યારા બ્રહ્મા બાબાને અલૌકિક શ્રદ્ધા સુમન અર્પિત કરે છે. વિશ્વની માનવ આત્માઅો માટે પ્રકાશ સ્ંથભ લાઈટ હાઉસ સમાન હતા. જ્ઞાનની પરાકાષ્ઠા, દૈવીગુણોની મહેક, પવિત્રતાની અખંડતા, હૃદયની ઉદારતા, ત્યાગની પ્રબળ ભાવના, કર્મમાં શ્રેષ્ઠતા, સંકલ્પોમાં દૃઢતા અને સંસાર પ્રત્યે અસીમ કલ્યાણની સંપન્નતા સ્વરૂપ અસીમ ભાવના વાળા એવા યોગી, તપસ્વી બ્રહ્મા બાબાને શર્ત શર્ત નમન… ઓમ શાંતિ…
બ્રહ્માકુમારી ફાલ્ગુનીબેન
સેવાકેન્દ્ર બાલાજી રોડ, સુરત

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY