દાતાઓ તરફથી ૩૯ યુનિટ રક્તદાન કરાયું
સુરત, તા.૧૭
હળપતિ યુવા વિકાસ મંડળ (સુચિત) ગોપીપુરા સુરત દ્વારા બારમો રક્તદાન શિબિરનું આયોજન તા.૬-૧-૨૦૧૯ રવિવારે સવારે ૧૦ કલાકે સર્વોદય નગર પછાત વર્ગ સોસાયટી હોમિયોપેથિક કોલેજ પાછળ ઉધના મગદલ્લા રોડ સુરત ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૯ના કોર્પોરેટર કિશોરીબેન રાજેન્દ્રભાઈ કાપડીયા તથા રીનાબેન પટેલ સર્વોદય સોસાયટીના મંત્રી તરફથી શિબિરનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લી મુકવામાં આવી હતી. જેમાં દીપ પ્રાગટ્યમાં ખાસ મહેમાનો દક્ષિણ ગુજરાત હળપતિ સમાજના પ્રમુખ મગનભાઈ રાઠોડ, મંત્રી ભરતભાઈ રાઠોડ, ઉપપ્રમુખ ભરતભાઈ રાઠોડ, માજી પ્રમુખ શ્યામલાલભાઈ રાઠોડ, માજી પ્રમુખ બાબુબાઈ રાઠોડ, માજી ઉપપ્રમુખ રમેશભાઈ રાઠોડ, દીપ પ્રાગટ્યમાં ખાસ ભાગ લીધો હતો.
કિશોરીબેન કાપડીયા દ્વારા માનવ જીંદગી બચાવવા માટે ખૂબ જ સારૂ કાર્ય છે. રક્તદાન એ મહાદાન છે અને સ્વૈચ્છીક રક્તદાતાઓને બિરદાવ્યા હતા તથા મગનભાઈ રાઠોડ તથા ભરતભાઈ રાઠોડે ૧૨માં રક્તદાન બાબતે શુભેચ્છા પાઠવી હતી અને કાર્યને સદા આગળ વધારતા રહો એવી આશા વ્યક્ત કરી હતી. આ શિબિરમાં સર્વોદય સોસાયટીના ઉપપ્રમુખ બાબુભાઈ જી. પટેલ, માજી પ્રમુખ અરવિંદભાઈ ચાહવાલા, સુમનભાઈ પટેલ, એસ.એસ. ગ્્રુપના સભ્ય હસમુખભાઈ રાઠોડ, મનોજભાઈ રાઠોડ, કિરણભાઈ રાઠોડ, મયુરભાઈ રાઠોડ, અક્ષયભાઈ રાઠોડ, અલ્પેશભાઈ પટેલ તથા અન્ય સભ્યોએ સેવા આપી હતી.
આ રક્તદાન શિબિરમાં ન્યુ સિવિલ હોસ્પિટલના ડોક્ટસે તેમની બ્લડ બેકને ટીમે સેવા આપી હતી. આ શિબિરમાં ૩૯ બોટલ રક્ત ભેગુ થયું હતું અને સ્વૈચ્છીક રક્તદાતાઓને ખૂબ જ ધન્યવાદ પાઠવવામાં આવ્યું હતું અને મહેમાનો દ્વારા તેમને પ્રમાણપત્ર તથા ગિફ્ટ આપવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




