૧૫૦૦૦ થી વધુ ભાવિકો સ્વામીશ્રીની દિવ્ય પૂજાના દર્શન કરી અભિભૂત થયા
સુરત, તા.૧૭
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના આગમને સુરના ભક્તોમાં અનેરો ઉત્સાહ છવાયો છે. ગઈકાલે વહેલી સવારે ૫.૧૫ કલાકે પ.પૂ. સ્વામીની પ્રતઃપૂજામાના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું. સ્વામીશ્રીની પ્રાતઃ પૂજાના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું. સ્વામીશ્રીની પૂજામાં બાળકો યુવાનો અને સંતોએ સુમધુર અવાજમાં કીર્તનોનું ગાન કર્યું હતું. ઉપરાંત નાના નાના ભૂલકાઅોએ ભગાવન શ્રી સ્વામીનારાયણ પ્રબોધિત વચનામૃતનો મુખપાઠ રજૂ કરીને સમગ્ર વાતાવરણને ભક્તિમïય બનાવ્યું હતું. આ નાના બાળકોના મુખે વચનામૃત અમૃતબિંદુઓ સાંભળી સૌ કોઈ આનંદિત થયા હતા અને સ્વામીશ્રી શિશુઓ બાળકો પર અતિ પ્રસન્ïન થયા હતા. આ સાથે વિશેષ સ્વામીશ્રીએ વચનામૃત પર કથાવાર્તાનો પણ અદ્ïભુત લાભ આપ્યો હતો. સ્વામીશ્રીએ આર્શીવચન આપતા કહ્નાં હતું. શુભ કર્મો કરતા થકા મોક્ષ થાય છે. શ્રીજી મહારાજ અને સત્પુરૂષ મળ્યા છે એટલે જન્મ મરણના ચકરાવામાં બ્રેક લાગી ગઈ છે. જન્મ મરણનાં ચક્રમાંથી મુક્તિ મળી ગઈ. માટે અવળા વિચારો ન કરવા. અહંકાર ન રાખો. અહંકારરૂપી ફુગ્ગો અપમાનરૂપી એક ટાંકણીથી ફૂટી જાય. અહંકાર ન રહે તે આ સત્સંગનું ફળ છે. વહેલી સવારે ૧૫૦૦૦ થી વધુ ભાવિકો સ્વામીશ્રીની પૂજા દર્શનનો લાભ લઈને ધન્ય થયા હતા. આજે અને તા.૨૧-૨૨ જાન્યુઆરીના રોજ સ્વામીશ્રીની પ્રાતઃ પૂજાના દર્શન રાખવામાં આવેલ નથી. એ સિવાઈ તા.૨૯ જાન્યુઆરી સુધી દરરોજ સવારે ૫.૧૫ થી ૭.૧૫ કલાક સુધી સ્વામીશ્રીની પૂજાના દિવ્ય દર્શનનો લાભ બી.એપી.એસ. સ્વામીનારાયણ મંદિર, અડાજણ ખાતે મળશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



