બારડોલી-ધુલિયા રોડ પર વાહન અકસ્માતમાં સુરતના કોન્ટ્રાક્ટર સહિત બેના મોત

0
29

એસટીબસે બાઈકને ટક્કર મારતા બન્નેના ઘટના સ્થળે મોત
સુરત, તા. ૧૭

બારડોલી-ધુલીયા નેશનલ હાઈવે પર એસટી બસ અને બાઈક વચ્ચે આજે સવારે 9 કલાકે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર બેનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે ઋહ્ર તપાસ શરૂ કરી હતી.
સુરતના વરાછામાં આવેલી કાપોદ્રા સોસાયટીમાં કનુભાઈ દેવરજીભાઈ રાદડિયા(ઉ.વ.૫૦) પરિવાર સાથે રહેતા હતા. અને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા.બારડોલી નગર પાલિકાના ડંપિંગ સ્ટેશનમાં પ્રોટેક્શન વોલનું કામ કરતા હતા. ડીઝલ લેવા માટે બાઈક(GJ-૦૫-SB-૭૬૫૭) પર ડીઝલ પમ્પ પર કનુભાઈ એક મજૂર અજીતભાઈ ગામીત(ઉ.વ. ૪૫. રહે. ગોડ આમલી ગામ તા.નાવપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર) જતા હતા. દરમિયાન બારડોલી-ધુલીયા હાઈવે પર બ્રિજ ક્રોસ કરી રોંગ સાઈડમાં કસ્તુરી હોટલની સામેથી આવતી એસટી બસ સાથે અકસ્માત થતા બંનેના ઘટના સ્થળે મોત થયા હતા.
બારડોલી-ધુલીયા હાઈવે પર અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. જોકે, સુરત-ઉકાઈ એસટી બસ(GJ -૧૮-Y-૧૧૮૨)નો ડ્રાઈવર અને કંડક્ટર ઘટના સ્થળે બસ છોડીને ફરાર થઈ ગયા હતા. વધુ તપાસ બારડોલી પોલીસ કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY