મુનિ શાંતિ સાગર મહારાજ સામે તા. ૨૪મીએ ચાર્જ ફ્રેમ કરાશે
સુરત, તા. ૧૭
નાનપુરા-ટીમલીયાવાડ ખાતે આવેલા દિગમ્બર જૈન ઉપાશ્રય ખાતે દિગમ્બર જૈન મુની દ્વારા વડોદરાની એક યુવતિ સાથે દુષ્કમૃ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં ઈન્સાફી કાર્યવાહી શરૂ થાય તે માટે આરોપી સામે ચાર્જ ફ્રેમ (તહોમતનામુ) ફટકારવાનો હતો, પરંતુ હવે ૨૪મી જાન્યુઆરીના રોજ તેની વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરવામાં આવશે. જાકે આરોપી શાંતિ સાગર મહારાજ કોર્ટ સમક્ષ શ્વેતવસ્ત્રો પહેરીને હાજર રહ્ના હતા. એવું પીડિતાના વકીલ મુખત્યાર શેખ તથા યાહ્ના શેખે જણાવ્યું હતું. જ્યારે બચાવ પક્ષે એડવોકેટ કલ્પેશ અને વિરલ ચલીયાવાળા ઉપસ્થિત રહેશે.
આ કેસની વિગતો એવી છે કે, દિવાળી ૨૦૧૭ દરમિયાન નાનપુરા-ટીમલીયાવાડ ખાતે આવેલા દિગમ્બર જૈન ઉપાશ્રય ખાતે દિગમ્બર જૈન મુનિ શાંતિ સાગર મહારાજ દ્વારા વડોદરા ખાતે રહેતી અને અમદાવાદ ખાતેની ફેશન ડિઝાઈનીંગ કોલેજમાં અભ્યાસ કરતી યુવતિ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અઠવા પોલીસ મથકમાં આરોપી સામે બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે તેની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. આરોપી છેલ્લા ૧૫થી વધુ મહિનાની લાજપોર જેલમાં છે. પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરાયા બાદ તેની સામે તહોમતનામુ ફટકારવાનુ હતુ઼. પરંતુહવે ૨૪મી જાન્યુઆરીના રોજ ચાર્જ ફ્રેમ થવાની શક્યતાઓ રહેલી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




